માંગરોળ તાલુકાનાં પાતલ ગામમાં મારૂતિવેન અને ટ્રેકટર સાથે થયેલો અકસ્માત……

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામની નવીનગરી ખાતે રહેતાં ઈમ્તિયાઝભાઈ પાંચભાયા મારૂતિવેન લઈને પાતલ થી મોસાલી આવી રહ્યા હતા, ત્યારે એમને અકસ્માત થવા પામ્યો છે. પાતાલ થી મોસાલી આવતાં પાતલ નજીક ટ્રેકટર સાથે વેનનો અકસ્માત સર્જાયો હતો. મારૂતિવેન ચાલક ઈમ્તિયાઝભાઈ પાંચભાયાને ઇજા થતાં બારડોલી સારવાર માટે 108 ની મદદથી લઈ જઈ દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે મારૂતિવેનનો કચ્ચરઘાણ વળી જતાં વેનને વ્યાપક નુકશાન થવા પામ્યું છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment