દિયોદરમાં નવી બજારના રહેણાક મકાનમાં સોર્ટસર્કિટ થી આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

હિન્દ ન્યૂઝ, દિયોદર

      બનાસકાંઠા જિલ્લામાં આગના અનેક બનાવો બની ચુક્યા છે. જેવા કે અગાઉ ઘણી ગૌશાળા ઓમાં પણ આગ લાગી અને લાખો રૂપિયા નો ઘાસચારો બળી ખાખ થયો હતો. એકાદ વર્ષ પહેલાં દિયોદર માં આવેલો હેપી મોલ પણ આગની ઝપેટમાં આવી જતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું, ત્યારે આજે દિયોદર મેઈન બજારના રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિક સૉર્ટ સર્કિટ થતા ઘરવખરી બળી ને ખાખ થઈ ગઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવી બજારના મોચીવાસ માં રહેતા અને ઇલેક્ટ્રોનિક ની દુકાન ચલાવતા ઉપનામ ધરવતા બચ્ચન ના રહેણાંક મકાનમાં ટ્યુબલાઇટ માં ઇલેક્ટ્રિક ફોલ્ટ થતા અચાનક આગ લાગી જતા ઘરમાં પડેલ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ ટ્યુબલાઈટમાં સૉર્ટ થી આગ લાગતા ઘરમાં ફિટ કરેલ એ.સી. ટી.વી. સહિત ની અનેક ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ અને રહેણાંક મકાનમાં આગ લાગવાના બનાવની સોસાયટીમાં ખબર પડતાની સાથે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા

અને આજુબાજુમાં થી દોડી આવેલ લોકોએ પાણીનો મારો ચલાવી અને લાઈટનું કનેકશન કાપતા આગ પર કાબુ મેળવ્યો હતો. જેના કારણે દિયોદરના રહેણાંક વિસ્તારમાં કોઈ જાનહાની બનવા પામેલ નથી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment