ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને માલેગામ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ડાંગ 

    સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી વિવિધ પ્રમાણપત્રો તથા દસ્તાવેજો સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ આહવા તાલુકાના માલેગામ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમ અંતર્ગત માલેગામ સહિતના ૧૨ ગામોના ગ્રામજનોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. જેમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, વૃદ્ધ સહાય, ગંગા સ્વરૂપ આર્થિક સહાય, બેન્કિંગ સેવા, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, માતૃશક્તિ યોજના, નમો શ્રી યોજના, દિવ્યાંગ બસ પાસ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અને વ્હાલી દીકરી યોજના અંતર્ગત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

Related posts

Leave a Comment