‘જનજાતીય ગૌરવ દિવસ’ અંતર્ગત યુવા સંમેલન યોજાયો 

હિન્દ ન્યુઝ, મહીસાગર સંતરામપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ‘જનજાતીય ગૌરવ દિવસ’ અંતર્ગત યુવા સંમેલન યોજાયો  આદિવાસી યુવાનોને શિક્ષિત બનવા તથા ‘જળ-જંગલ-જમીન’નું જતન કરી ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કરતાં મંત્રી કુંવરજી બાવળિયા

Read More

મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ખાતે “જનજાતીય ગૌરવ સપ્તાહ” અંતર્ગત ‘યુવા સંમેલન’ યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર  યુવાનો ભગવાન બિરસા મુંડાના આદર્શોને અપનાવી, શિક્ષિત અને સંગઠિત બની ‘વિકસિત ભારત-૨૦૪૭’ના નિર્માણમાં પોતાનું યોગદાન આપે- મંત્રી રમણભાઈ સોલંકી પી.એમ. જનમન અને વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ સમાજના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે: મંત્રી રમણભાઈ સોલંકી શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના વિકાસ થકી આદિજાતિ સમાજના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે- વેજલપુર ધારાસભ્ય અમિતભાઈ ઠાકર

Read More

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે દાહોદના આદિજાતિ ભવન ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યુવા સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ      ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદમાં આદિજાતિ ભવન ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ સમાજના યુવાનોમાં ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના આદર્શો પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ ભગવાન બિરસા મુંડાના જીવન અને તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના ગૌરવ, સ્વાભિમાન અને સંઘર્ષના પ્રતિક છે. તેમણે અંગ્રેજ શાસન સામે લડત આપી આદિવાસી સમાજના અધિકારો, પરંપરાઓ અને સાંસ્કૃતિક…

Read More

ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મજયંતી નિમિત્તે ફતેપુરાની આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને યુવા સભા કાર્યક્રમ યોજાયો

જનજાતિય ગૌરવ સપ્તાહ ૨૦૨૬ હિન્દ ન્યુઝ, દાહોદ       ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ફતેપુરા તાલુકાની આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (રાજ્યકક્ષા) તથા દાહોદ જિલ્લાના સહ-પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને યુવા સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અંગે જાગૃતિ લાવવાનો હતો. આ યુવા સભામાં મંત્રી પી. સી. બરંડાએ કહ્યું કે, આદિવાસી સમાજનો ઇતિહાસ શૌર્ય, સાહસ, સંઘર્ષ,…

Read More

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે અભલોડ ખાતે ગરબાડા વિધાનસભા યુવા સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ    આદિવાસી સમાજના ગૌરવ, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૧૨થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતિય ગૌરવ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ખાતે ગરબાડા વિધાનસભા યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પાંડુરંગ વણિકર ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય, અભલોડ ખાતે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી જસવંતસિંહ ભાભોર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગરબાડાના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર મુખ્ય મહેમાન તરીકે…

Read More

દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન દાહોદ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવાઓ દ્વારા અસરકારક કામગીરી

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જિલ્લામાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારો દરમિયાન ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં સમયસર અને અસરકારક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. તહેવારો દરમિયાન અકસ્માતો સહિત વિવિધ પ્રકારની ઇમરજન્સી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સામાન્ય દિવસોમાં દાહોદ જિલ્લામાં સરેરાશ ૧૮૬ ઈમરજન્સી કેસ નોંધાતા હતા. તેની સામે દિવાળીના દિવસે ૨૬૩ કેસ, નૂતન વર્ષના દિવસે ૨૭૦ કેસ અને ભાઈબીજના દિવસે ૨૭૯ કેસ નોંધાયા હતા. આમ, સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે ૪૧.૪૦ ટકા, નૂતન વર્ષના દિવસે…

Read More

દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંભવિત મુલાકાતના આયોજન અન્વયે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

હિન્દ ન્યુઝ, દાહોદ  દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવનાર સમયમાં દાહોદ જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંભવિત મુલાકાતના આગોતરા આયોજન અન્વયે કલેકટર સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન મુખ્યમંત્રીના દાહોદ જિલ્લામાં કરવામાં આવનાર મુલાકાત સ્થળો તેમજ કાર્યક્રમો અંગે તમામ સંકલન અધિકારીશ્રીઓ સાથે ચર્ચા – વિચારણા કરી આપસી સંકલન થકી કાર્યક્રમોનું આયોજન કરવા માટે માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન સંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, ભાજપા પ્રમુખ સ્નેહલ ધરીયા, નિવાસી અધિક…

Read More

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે દેવગઢ બારીયા ખાતે ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યુવા સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા   ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે દેવગઢ બારીયા સ્થિત મહારાજા જયદીપસિંહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, શૌર્ય અને આદિવાસી સમાજના હક તથા સ્વાભિમાન માટેના તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.  યુવા સભા દ્વારા યુવાનોમાં દેશભક્તિ, સામાજિક જાગૃતિ, રાષ્ટ્રનિર્માણ અને જનજાતીય સંસ્કૃતિ તથા પરંપરાઓ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યુવા સભામાં યુવાનોને ભગવાન બિરસા…

Read More

માંગરોળના વાંકલ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘યુવા સંમેલન’ યોજાયું

હિન્દ ન્યુઝ, સુરત ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં માંગરોળના વાંકલ ખાતે ‘યુવા સંમેલન’ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે જિલ્લા કલેકટર તેજસ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન બિરસા મુંડાજીના જીવન કવન અને જનજાતિ સમુદાય માટે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી તેમજ આજના યુવાનોની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને ફરજો અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે માત્ર ૨૫ વર્ષની નાની વયે શહીદી વહોરનાર ભગવાન બિરસા મુંડાજીનું જીવન આજના આદિવાસી…

Read More