જોડીયા તાલુકાના લીંબુડા ગામે એક વૃદ્ધ ગાયનુ અવસાન થતાં તેની દફનવિધિ કરવામાં આવી

જોડિયા,

આજ તા ૨૭-૭-૨૦ ના રોજ  જોડીયા તાલુકાના લીંબુડા ગામે એક વૃદ્ધ ગાયનુ અવસાન થતાં ગૌસેવાનાં ભેખધારી જયંતિભાઈ સોરઠીયા તથા બીપીનભાઈ સરપંચ અને સિંધાભાઈ ભરવાડ ગાયના ગોવાળ ના સહયોગથી જેસીબી થી ખાડો કરી

ચુંદડી, અબિલ, ગુલાલ, કંકુ, ચોખા, સુપારી સાથે ધાર્મિક વિધિ સાથે અશ્રુભીની આંખે ગાયને વિદાય આપી અને દફનાવી સમાધિ આપી.

જયંતિભાઈ સોરઠીયા હાલ જોડીયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે તેમની ગૌસેવાથી ગ્રામજનો સંતુષ્ટ છે તેમ સરપંચ બિપીનભાઈ ની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment