હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે દેવગઢ બારીયા સ્થિત મહારાજા જયદીપસિંહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, શૌર્ય અને આદિવાસી સમાજના હક તથા સ્વાભિમાન માટેના તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
યુવા સભા દ્વારા યુવાનોમાં દેશભક્તિ, સામાજિક જાગૃતિ, રાષ્ટ્રનિર્માણ અને જનજાતીય સંસ્કૃતિ તથા પરંપરાઓ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ધારાસભ્ય બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યુવા સભામાં યુવાનોને ભગવાન બિરસા મુંડાના આદર્શોને જીવનમાં ઉતારી સમાજ અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી આ યુવા સભા યુવાનોમાં નવી ઊર્જા, જાગૃતિ અને જનજાતીય ગૌરવની ભાવના પ્રેરિત કરનાર બની હતી. આ પ્રસંગે પ્રાંતશ્રી, મામલતદારશ્રી સહિત અન્ય મહાનુભાવો તેમજ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
