હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવનાર સમયમાં દાહોદ જિલ્લામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંભવિત મુલાકાતના આગોતરા આયોજન અન્વયે કલેકટર સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન મુખ્યમંત્રીના દાહોદ જિલ્લામાં કરવામાં આવનાર મુલાકાત સ્થળો તેમજ કાર્યક્રમો અંગે તમામ સંકલન અધિકારીશ્રીઓ સાથે ચર્ચા – વિચારણા કરી આપસી સંકલન થકી કાર્યક્રમોનું આયોજન કરવા માટે માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન સંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, ભાજપા પ્રમુખ સ્નેહલ ધરીયા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, ધારાસભ્ય ગરબાડા સહિત અન્ય પદાધિકારીઓ – આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
