હિન્દ ન્યુઝ, વલસાડ
વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકોમાં જનજાગૃતિ ફેલાય તે માટે રાજ્ય-સ્તરીય SATCOM સત્રનું આયોજન કરાયુ હતું. જેમાં વલસાડ જિલ્લાના આરોગ્ય ખાતા, આયુર્વેદિક વિભાગ, આઈસીડીએસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. જેઓએ માસિક સ્ત્રાવનું મહત્વ, સેનેટરી પેડ અને તેનો વ્યવસ્થિત નિકાલ કરવા અંગે માહિતી આપી હતી.
એક સર્વે મુજબ દર મહિને રાજ્યમાં ઉપયોગ થયેલા એક કરોડથી વધુ સેનેટરી પેડ નીકળે છે જેનો સુવ્યવસ્થિત નિકાલ થવો જરૂરી છે. જો આડેધડ ગમે ત્યાં નિકાલ કરવામાં આવે તો છેવટે પર્યાવરણ અને જાહેર આરોગ્યને પણ નુકસાન થાય છે.
આ સંદર્ભે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં આરોગ્ય ખાતાના કર્મીઓ દ્વારા માસિક સ્ત્રાવ સ્વચ્છતા બાબતે જાગૃતિ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહેવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
