ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં વ્હાલી દિકરી યોજના મેગા કેમ્પનું આયોજન 

હિન્દ ન્યુઝ, ડાંગ

    મહિલા અને બાળ અધિકારીની કચેરી, આહવા-ડાંગ તથા આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ના સંકલન દ્વારા, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ કાર્યરત વ્હાલી દિકરી યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના પાત્ર લાભાર્થીઓને યોજનાના લાભો ઉપલબ્ધ થાય તે હેતુસર તારીખ ૧૧ ફેબ્રુઆરી થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન આહવા અને વઘઇ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વ્હાલી દિકરી યોજના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ મેગા કેમ્પનો મુખ્ય ઉદેશ્ય જિલ્લાની દીકરીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવો, દીકરીઓના જન્મ, શિક્ષણ તથા સશક્તિકરણ માટે સરકારશ્રી દ્વારા અમલમાં મૂકાયેલ વ્હાલી દિકરી યોજનાની વ્યાપક માહિતી જનસમાન્ય સુધી પહોંચાડવાનો છે. કેમ્પ દરમિયાન પાત્ર લાભાર્થીઓને યોજનાની પાત્રતા શરતો, જરૂરી આધાર દસ્તાવેજો, અરજી પ્રક્રિયા તેમજ સહાયની વિવિધ તબક્કાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. 

આ મેગા કેમ્પમાં હાજર અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ લાભાર્થીઓના પ્રશ્નોના નિવારણ સાથે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ પાત્ર લાભાર્થીઓની નોંધણી પ્રક્રિયામાં સહાય કરવામાં આવશે. વ્હાલી દિકરી યોજના અંતર્ગત દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત અને સશક્ત બનાવવા સરકારશ્રી દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય અંગે પણ માહિતી આપવામાં આવશે. 

આહવા તાલુકાના પિપલપાડા ગ્રામ પંતાયતમાં તારીખ ૧૧ ફેબ્રુઆરીના રોજ કેમ્પ યોજાશે, તારીખ ૧૬ ના રોજ સોનુનીયા, તારીખ ૨૦ ના રોજ કામદ અને જાખાના તેમજ વઘઇ તાલુકામા તારીખ ૧૭ ના રોજ દગુનિયા, તારીખ ૧૮ ના રોજ નડગચોંન્ડ, અને તારીખ ૨૪ ફેબ્રુઆરી ના રોજ શિવારીમાળ ખાતે કેમ્પ યોજાનાર છે. 

જિલ્લા ડાંગના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના તમામ પાત્ર લાભાર્થીઓ અને તેમના વાલીઓ આ મેગા કેમ્પમાં હાજરી આપી યોજનાનો મહત્તમ લાભ લે તે માટે મહિલા અને બાળ અધિકારી આહવા ડાંગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment