જરૂરીયાતમંદ કામદાર અને સ્થળાંતર મજૂરની રેલ મુસાફરી વિના મૂલ્યે કારાવશે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લીધો મહ્ત્વનો નિર્ણય – સોનિયા ગાંધી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકાર દ્વારા જ્યારે પરપ્રાંતિઓ, વિદ્યાર્થી, શ્રમિકોને તેના વતન પરત મોકલવા માટે રેલવે તેમજ અન્ય વાહન દ્વારા તેમના વતન મોકલવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ સરકાર દ્વારા શ્રમિકો માટે વધુ એક સુવિધા વધુ એક મહત્વની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી દ્વારા આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે પોતાનાં વતન પરત ફરતા શ્રમિકો માટે કોંગ્રેસ સરકાર રેલવેનો પૂરો ખર્ચ આપશે. અને તેમજ રેલવે મંત્રાલય દ્વારા સંપૂણૅ પણે તેમને વિના મૂલ્યે મુસાફરી કરવામાં આવશે. ઉપરાંત સોનિયા ગાંધીનું કહેવું છે કે રેલવે મંત્રાલય પી.એમ ફંડમાં ૧૫૦ કરોડ આપી શક્તું હોય. તો શ્રમિકોની યાત્રા મફત કેમ ન કરી શકે. સોનિયાનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલયને ઘણી વખત માંગ કરવામાં આવી છે કે લોકડાઉનના કારણે ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘરો સુધી પહોંચાડવાનું ભાડું ન લેશો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment