જામનગર ખાતે બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડામાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતું નથી…. 

જામનગર,

જી જી હોસ્પિટલ ની સામે આવેલ બેન્ક ઓફ ઈન્ડિયા અને પટેલ કોલોની બેન્ક ઓફ બરોડા મા લાંબી લાઈનનો નજરે પડે છે તે બરોબર છે. પણ જામનગર હજી ગ્રીન ઝોનમાં આવ્યા છીએ અને લોકો ની વચ્ચે ના સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જોવા મળતું નથી.

હજી લાગે છે લોકો કોરોના ની મહામારી ને સમજી શકયા નથી અથવા સમજવા માગતા નથી. સરકારનો સતત પ્રયત્ન એ જ રહ્યો છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ને રહ્યે એ માટે આપણા સૌને વારંવાર સંબોધન આપીને જણાવતા રહ્યા છે.

અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ આ તમામ સ્થળ જેવી પરિસ્થિતિનો સામનો  ના કરવો પડે તે માટે કરેક્ટર, સાંસદ તેમજ નામી અનામી મહાનુભાઓ વારંવાર આપણે સ્વસ્થ રહેશુ તો બીજા સ્વસ્થ રહેશે એમ સંદેશો આપતા હોય ત્યાં આ જામનગર માં તંત્રની ઢીલી કામગીરી પર પ્રશ્નાર્થ ચિન્હ નજરે પડે છે. શું બેન્ક ને હજીય માહિતગાર કરવું જરૂરી બને છે ?…….

Related posts

Leave a Comment