દાહોદ જિલ્લામાં ૧૧ કેસ કોરોના વાયરસના નોંધાયા જે પૈકી ૮ કેસ એક્ટીવ, ત્રણ દર્દીઓ સાજા

દાહોદ,

તા. ૦૪ : મધ્યપ્રદેશના નીમચથી તા. ૨૯ એપ્રીલના રોજ દાહોદ પરત આવનારા પરીવારના વધુ પ સભ્યોને કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. નીમચથી આવનાર આ પરીવારમાંથી કુલ ૧૧ પૈકી અત્યાર સુધીમાં ૭ સભ્યોને કોરોના લાગુ પડી ગયો છે. આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓને અહીંની સિવિલ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. જયારે બાકીના ૪ સભ્યો હાલે ગર્વમેન્ટ ક્વોરોન્ટાઇનમાં છે. જે પૈકી એક સભ્યનો રીપોર્ટ આવવાનો બાકી છે.
આજે પોઝેટીવ આવનારા સભ્યોમાં ૩૦ અને ૩૭ વર્ષની બે મહિલાઓ, ૧૨ વર્ષની એક કિશોરી, તથા ૮ અને ૧૦ વર્ષના બે બાળકોનો સમાવેશ થાય છે. આમ દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧ કેસ કોરોના વાયરસના નોંધાયા છે. જે પૈકી હાલે ૮ કેસ એક્ટીવ છે. જયારે, ત્રણ દર્દીઓ સાજા થઈ ગયા છે.

રિપોર્ટર : વિજય બાછાણી, દાહોદ

Related posts

Leave a Comment