હિન્દ ન્યુઝ, કચ્છ રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અને અવિરત મળતી સહાયના કારણે આજે છેવાડાના ગામની મહિલાઓ ઘરથી દૂર જઈને રોજગારી મેળવીને પગભર બની છે. આ યોજનાઓ મહિલાઓના કૌશલ્ય વિકાસ સાથે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે તેમજ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પૂરી પાડે છે. રાજ્ય સરકારના આવા સહકાર અને પોતાની જિજ્ઞાસાવૃતિના કારણે ડ્રોન દીદી બનીને કચ્છના નીલમબેન ભીમાણી મહિલા સશક્તિકરણનું પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે. કચ્છના નખત્રાણા તાલુકાના દેવપરયક્ષ ગામના નીલમબેન ભીમાણી છેલ્લા ઘણા સમયથી બાળકોના પાલન પોષણની સાથે ઘરનું ગુજરાન જાતે ચલાવી…
Read MoreDay: February 16, 2026
મધ્ય ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં પ્રિપેટરી વિભાગમાં પ્રથમ નંબર મેળવી દાહોદ જિલ્લાનું નામ રોશન કરતી ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રા.શાળા
હિન્દ ન્યુઝ, ડાંગ તારીખ ૯,૧૦,૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન મધ્યઝોન કક્ષાનો ૧૧ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ દ્વારા નોલેજ કેમ્પસ, વિદ્યાનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના કુલ ૭ જીલ્લાના ઈનોવેટર શિક્ષકો દ્વારા પોતાના ઈનોવેશનો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાની માળ ફળિયા વર્ગ બોઘડવા પ્રાથમિક શાળાના મુ.શિ. ભારતસિંહ રાઠવા દ્વારા “સમયદાન થકી શાળાનો સર્વાંગી વિકાસ” શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલ ઈનોવેશને પ્રીપેટરી વિભાગ (ધોરણ ૩થી ૫) માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું હતું. માળ ફળિયા…
Read More“ડાંગ દરબાર”ની તારીખ અને તવારીખ
હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્યના છેવાડે આવેલા નાનકડા ડાંગ જિલ્લાના આંગણે ‘ડાંગ દરબાર’ ના પડઘમ વાગી રહ્યા છે. પ્રત્યેક ડાંગીજન ‘ડાંગ દરબાર’ અને ‘સિમગા મહોત્સવ’ને આવકારવા થનગની રહ્યા છે. ત્યારે આ ઐતિહાસિક અને પરંપરાગત રીતે ઉજવાતા ડાંગ જિલ્લાના એકમેવ મહોત્સવની તારીખ અને તવારીખ આજની પેઢીના વાચકો, અને અભ્યાસુઓ માટે અત્રે પ્રસ્તુત છે. ઈ.સ.૧૮૪૨ સુધી ડાંગમા ભીલ રાજાઓ અને નાયકો રાજ કરતા હતા. તે સમયે એટલે કે સને ૧૮૪૨મા ડાંગના જંગલના પટા બ્રિટીશરોએ મેળવ્યા. આ પટા પેટે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપ્રત કર્યા. જેના બદલામા ભીલ…
Read Moreજામનગરના રામેશ્વર નગરમાં મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના રામેશ્વર નગર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો પ્રત્યે સજાગ કરી, આત્મવિશ્વાસ સાથે અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિ અને કસ્ટમ્સ તથા સેન્ટ્રલ જીએસટીના પેનલ વકીલ શ્રીમતી હર્ષિદાબેન જોશી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમની વિવિધ જોગવાઈઓ, કાયદાકીય સુરક્ષા અને ઉપલબ્ધ સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ માટે ન્યાયને સરળ બનાવવામાં DLSAની ભૂમિકાને વિશેષરૂપે…
Read Moreધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા-વાલોડ-બારડોલી ખાતે રૂ.૧૩.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત
હિન્દ ન્યુઝ, સુરત ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા-વાલોડ-બારડોલી તાલુકા ખાતે રૂ.૧૩.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાયું હતું. જેમાં રૂ. ૯.૭૭ કરોડના રોડ રસ્તા, ગ્રામ પંચાયત, બ્રિજ, આંગણવાડી અને સબ સેન્ટર, રૂ.૬૨.૯૦ લાખના ૩૭ હળપતિ આવાસ તેમજ રૂ.૨.૭૫ કરોડના પંચાયત ભવનોનું લોકાર્પણ ખાતમૂહુર્ત કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, વિવિધ વિકાસકામોના પરિણામે સ્થાનિક નાગરિકોને બહેતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે. લોકોને વધુ સગવડ અને સુખાકારી મળશે. સાથોસાથ આવાસના લાભાર્થીઓને ઘરનું ઘર મળતા કાયમી છત્રછાયા મળશે.
Read More