હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ આજે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો. સાથે જ જૂનાગઢ જિલ્લાની સર્વગ્રાહી શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્ય શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, એજ્યુકેશન સિસ્ટમને વધુ બહેતર બનાવવા માટે વિદ્યાર્થીઓની વાલીઓ સાથે પણ સંવાદ કરવામાં આવી રહ્યો છે, તેમણે ખાસ વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ ઓછો થાય અને મોબાઈલથી દૂર રહી મેદાનોમાં રમત રમે તે માટે કોઈપણ એક રમતમાં વિદ્યાર્થીની રુચિ કેળવાય તે જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું…
Read MoreDay: February 6, 2026
છોટાઉદેપુર જિલ્લામાં ઈનોવેશન ફેસ્ટીવલ ૨૦૨૬ અંતર્ગત પાંચ શિક્ષકોની ઝોન કક્ષાએ ભાગ લેશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા જિલ્લા કક્ષાનો ઈનોવેશન ફેસ્ટીવલ તા. ૩ અને ૪ ફેબ્રુઆરી દરમિયાન દ્વારકેશ સાર્વજનિક હાઇસ્કુલ બહાદરપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આ ફેસ્ટીવલમાં જિલ્લાભરના નવીન શિક્ષણ કાર્ય માટે કુલ પાંચ શિક્ષકઓની જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી પામેલ શિક્ષકો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ ખાતે તારીખ ૯ થી ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં ભાગ લેશે. ઝોન કક્ષાએ પસંદગી પામનાર શિક્ષકોને રાજ્ય કક્ષાએ ભાગ લેવાની તક મળશે. જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોમાં સુથાર સ્વાતિબેન જશુભાઈ નવાપુરા…
Read Moreપ્રાયોગિક પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન ભરવા બાબત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં) ફેબ્રુઆરી-2026માં લેવામાં આવેલ પરીક્ષાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાના ગુણ શાળા દ્વારા બોર્ડની વેબસાઇટ gen.gsebpractical.in અથવા gsebpractical.in અથવા gseb.org પરથી ઓનલાઇન તા. 06/02/2026 થી 21/02/2026 સુધી ભરવાના રહેશે.
Read Moreશેરડીના પાકને વેધકોથી મુક્ત કરવા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જાહેર
હિન્દ ન્યુઝ, નવસારી આ પગલાં અપનાવી ખેડૂતો પાકને સુરક્ષિત કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. 🔹 શેરડીના ખેતરમાં વધારાના પાણી નિતાર માટે યોગ્ય વ્યવસ્થા કરવી, જેથી જીવાતોના વિકાસને અટકાવી શકાય 🔹 શેરડીના ટોચ વેધક, ડૂંખ, સાંઠા, આંતર ગાંઠ વેધકના ઈંડાના સમૂહો એકઠા કરી નાશ કરવો, ઉપરાંત ઉપદ્રવવાળા છોડનો ઈયળ સહિત નાશ કરવો 🔹 નવસારી કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં વેધકોના ઈંડાના પરજીવી ટ્રાયકોગામાનો વ્યાપારી ધોરણે ઉછેર થાય છે, આ ટ્રાઈકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઈંડાંમાં પોતાનું ઈંડું મૂકી વેધકોના ઈંડાંનો નાશ કરે છે 🔹 રાસાયણિક…
Read Moreજૂનાગઢ ખાતે પર્વતારોહણ તાલીમ કેન્દ્ર યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.૨૮/૦૧/૨૦૨૬ થી તા.૦૬/૦૨/૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ના કુલ ૧૦૦ તેમજ અન્ય ૧૦ મળી કુલ ૧૧૦ તાલીમાર્થી બહેનોએ પર્વતારોહણની તાલીમ લીધી હતી. શિબિરના સમાપન કાર્યક્રમમાં ડો. આર. એમ. સોલંકી નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ડો. એચ. આર. વદર આચાર્ય, અસ્પિ કૃષિ મહાવિદ્યાલય ખાપટ, પોરબંદર, ડો. એલ. સી. વેકરીયા…
Read Moreજાણો લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગ વિશે (હાથીપગા)
હિન્દ ન્યુઝ, ડાંગ એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લામા લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગના દર્દીઓ નોંધાતા જિલ્લાના તાલુકા વિસ્તારના તમામ લોકોને આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન દરેક લોકોને આરોગ્ય વિભાગ દ્વારા DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વઘઇ તાલુકાના તમામ લોકોને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલ આરોગ્ય કેન્દ્રો દ્વારા દવા વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર…
Read Moreપક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન કચ્છનું છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્ર
હિન્દ ન્યુઝ, કચ્છ 🦩 છારી-ઢંઢની આસપાસ કુલ 283 પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, જેમાં વૈશ્વિક સ્તરે મહત્ત્વ ધરાવતા ‘ગ્રે હાયપોકોલિયસ’ સહિત 11 વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને 9 ‘નિયર થ્રેટન્ડ’ પ્રજાતિનાં પક્ષીઓનો સમાવેશ થાય છે, જે તેના ઊંચા સંરક્ષણ મૂલ્યને દર્શાવે છે. 🦩 રણ અને ઘાસનાં મેદાનોની વચ્ચે આવેલો જળપ્લાવિત વિસ્તારમાં એકસાથે બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળી જાય છે અને 187થી વધુ પ્રજાતિના પક્ષીઓ અહીં નોંધાયા છે; ખાસ કરીને એક જ સ્થળે 40,000થી વધુ કુંજ પક્ષીઓ જોવા મળે છે. 🦩 કચ્છ જિલ્લામાં આવેલ છારી-ઢંઢને ગુજરાતની પાંચમી રામસર સાઇટ તરીકે પસંદ કરવામાં…
Read Moreપરીક્ષાને તણાવ તરીકે નહીં પરંતુ અવસર તરીકે સ્વીકારવાની દિશામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર પરીક્ષા પે ચર્ચા: પરીક્ષાને તણાવ તરીકે નહીં પરંતુ અવસર તરીકે સ્વીકારવાની દિશામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપતી પહેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના નવમા સંસ્કરણનું જીવંત પ્રસારણ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો સાથે ગાંધીનગરના સુઘડ ખાતેની આનંદ નિકેતન શાળામાં સહભાગી થઈ નિહાળ્યું. પરીક્ષાના સ્ટ્રેસથી બાળકોને મુક્ત રાખવા શરૂ કરાવેલો પરીક્ષા પે ચર્ચાનો આ નવતર અભિગમ હવે બાળકો માટે મોટીવેશનલ પ્રોગ્રામ બની ગયો છે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રીએ ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનારા બાળકોને સફળતાની શુભેચ્છાઓ…
Read Moreડાંગ જિલ્લાનો “જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ડાંગ જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૫/૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ કરીને, લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાએ કલેકટર ડાંગના અધ્યક્ષપણા હેઠળ, કલેકટર કચેરી, આહવાના સભાખંડમા “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામા આવનાર છે. આથી જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો જે ખાતા/કચેરીને લગતા હોઇ તે ખાતા/કચેરીને બારોબાર તા.૧૦/૨/૨૦૨૬ સુધીમા મોકલી, તેની એક નકલ કલેકટર, ડાંગને મોકલી આપવા જણાવાયુ છે. કલેકટર કચેરી ડાંગને લગતા પ્રશ્નો સિવાયના કોઇ પણ પ્રશ્ન, સીધા કલેકટર કચેરી…
Read Moreજૂનાગઢ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમના સુચારૂ આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે. જેના અનુસંધાને આજ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા.૧૧ થી ૧૪ ફેબ્રુઆરી સુધી દરરોજ સાંસ્કૃતિક ક્રાયક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. ચાર દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશમાં…
Read More


