બરવાળા તાલુકાનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ જુલાઈ ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બરવાળા

         બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૨/૦૭/૨૦૨૬ બુધવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે બરવાળા પ્રાંતઅધિકારીની કચેરીના સભાખંડ ખાતે યોજાશે. 

          બરવાળા તાલુકાના આ તાલુકાકક્ષાના જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદના અધ્યક્ષ સ્થાને યોજાશે. બરવાળા તાલુકાના સમગ્ર નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો કે તે સિવાયની અન્ય વ્યક્તિગત ફરીયાદ કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવ્યો હોય તેવા પ્રશ્નો રજુ કરી શકાશે. સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇ તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે.

        આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે.

Related posts

Leave a Comment