હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મિટિંગ હોલ, કલેકટર કચેરી, જીલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજાશે.
આ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૬ સુધીમાં ૨જાના દિવસો સિવાય કલેકટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. તેમ નિવાસી અધિક કલેકટરશ્રી બોટાદની યાદીમાં જણાવાયું છે.
