હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં આપત્તિ વ્યવ્સ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું માળખું ઉભું કરવા જિલ્લાના NSS અને MYB (માય યુવા ભારત) વિદ્યાર્થીઓ માટે યુવા આપદા મિત્રોની તાલીમ તા. ૦૧/૦૭/૨૦૨૬ થી તા-૦૭/૦૭/૨૦૨૬ સુધી ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે થનાર છે. આ તાલીમ તબક્કાવાર આયોજન થનાર છે, જેમાં વલસાડ જિલ્લાના NSSના કુલ ૪૧ વિદ્યાર્થીઓ અને માય યુવા ભારતના કુલ- ૫૦ સ્વયંસેવકોનો બેચ તાલીમ મેળવશે. જિલ્લાની ડિઝાસ્ટર શાખા , કલેક્ટર કચેરી વલસાડ દ્વારા માસ્ટર ટ્રેનર ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ વાપીની ટીમ મારફત તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી તાલીમમાં આપત્તિ વ્યવસ્થા વિષેની…
Read MoreMonth: June 2026
વડોદરા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ-મધ્ય ગુજરાત’નું ભવ્ય સમાપન
હિન્દ ન્યુઝ, વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મત્સ્યપાલન-પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહ, રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ તેમજ દેશ-વિદેશના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ.. વડોદરામાં મધ્ય ગુજરાતની આ VGRCમાં સમગ્રતયા 3 લાખ 34 હજાર કરોડથી વધુના રોકાણો સાથે 3,759 MoU થયા, આના પરિણામે આવનારા દિવસોમાં રાજ્યમાં 1 લાખ 97 હજાર રોજગારીની સંભવિત તકો ઊભી થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભારત આત્મનિર્ભારતાના રથ પર સવાર થઇને વૈશ્વિક સ્તરે હુંકાર ભરી રહ્યું છે : મંત્રી રાજનાથસિંહ ગુજરાત પાસે માત્ર લાંબો દરિયાકિનારો જ નથી,…
Read Moreડાંગ જિલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ દ્વારા બાળ સુરક્ષા અને અધિકારો અંગે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં બાળકોના સુરક્ષિત ભવિષ્ય, અધિકારો અને રક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ ટીમ દ્વારા વિવિધ શાળાઓ અને સમુદાય વિસ્તારોમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત બાળકો તથા વાલીઓને બાળ સુરક્ષા, બાળકોના અધિકારો તેમજ મુશ્કેલીના સમયમાં ઉપલબ્ધ સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 🔹ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮: ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકો માટે ૨૪x૭ કલાક કાર્યરત આ એક નિઃશુલ્ક (ટોલ ફ્રી) સેવા છે, જે મુશ્કેલીમાં મુકાયેલા કે જોખમમાં રહેલા બાળકોને તાત્કાલિક મદદ અને સુરક્ષા પૂરી પાડે છે. 🔹મહત્વના…
Read Moreડાંગ જિલ્લા માહિતી કચેરીના વય નિવૃત્ત થતા સેવક ઝીણીયાભાઇ ગામીતને ભાવભીનું વિદાયમાન
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા માહિતી કચેરી, આહવા ખાતે ફરજ બજાવતા કર્મયોગી શ્રી ઝીણીયાભાઇ ગામીત તારીખ ૩૦-૬-૨૦૨૬ ના રોજ વયનિવૃત થતા ડાંગ માહિતી પરિવાર દ્વારા તેઓને ભાવભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું. 🔹 સેવા સફર અને કાર્યક્રમની ઝાંખી: ૩૬ વર્ષની અનન્ય સેવા: ઝીણાભાઇ ગામીતે ૩૬ વર્ષથી વધુ સમય સુધી માહિતી ખાતામાં પોતાની પ્રશંસનીય સેવા આપી છે. તેમણે સોનગઢથી શરૂઆત કરી દાહોદ, આમોદ અને છેલ્લા ૨૭ વર્ષથી ડાંગ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવી છે. 🔹શુભેચ્છાઓનો વરસાદ: ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગાર સહિત સમગ્ર સ્ટાફ દ્વારા શ્રી ગામીતને શાલ ઓઢાડી…
Read Moreવલસાડની મેડિકલ કોલેજના ઓડિટોરીયમમાં તા. ૧ જુલાઈએ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થશે
હિન્દ ન્યુઝ, વલસાડ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧ જુલાઈથી તા. ૭ જુલાઈ ૨૦૨૬ સુધી ‘‘નમો સ્વચ્છતા અભિયાન’’નો પ્રારંભ થનાર છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનના પ્રારંભના ભાગરૂપે વલસાડની મેડિકલ કોલેજ હોસ્પિટલના ઓડિટોરીયમમાં તા. ૧ જુલાઈના રોજ સવારે ૮-૩૦ કલાકે અભિયાનના શુભારંભનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અતિથી વિશેષ તરીકે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, વાપી મનપાના મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ, ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ…
Read Moreવલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને સંચારી રોગચાળા અટકાયત માટે વિવિધ કમિટીની બેઠકો મળી
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લા સંચારી રોગચાળા અટકાયત માટે જિલ્લા રોગચાળા અટકાયત અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ સાથે તમાકુ નિયંત્રણ કમિટીની જિલ્લા સ્ટીયરીંગ કમિટીની બેઠક, નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની બેઠક, સિકલસેલ, થેલેસેમિયા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સંકલન સમિતિની બેઠક સહિત કુલ ૮ બેઠકો પણ મળી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાં પ્રજાના સ્વાસ્થ્ય અને સુચારૂ કામગીરી અંગે અમલીકરણ અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટર નીતિન સાંગવાને પાણી જન્ય રોચગાળા, વાહકજન્ય રોગચાળા અને લેપ્ટોસ્પાયરોસીસ રોગચાળા અંગે…
Read Moreદક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી : તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તા. 29 જૂન, 2026ના રોજ બપોરે 2:22 કલાકે જાહેર કરાયેલા હવામાન બુલેટિન મુજબ આગામી 30 જૂન, બપોરે 2:22 કલાક સુધી દક્ષિણ ગુજરાતના દાદરા અને નગર હવેલી, દમણ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ-નાળાઓમાં જળસ્તર વધવા તેમજ વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતા હોવાથી નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનો અને…
Read Moreપોતાના ઘરનું સ્વપ્ન હવે થશે સાકાર!
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલ પહેલના ભાગરૂપે, વર્ષોથી પોતાના કાયમી આવાસની રાહ જોઈ રહેલા વિચરતી અને વિમુક્ત જાતિ (નટ અને મદારી સમાજ) ના ૧૨ પરિવારોને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી. વર્ષ ૨૦૨૧થી અટકેલા આ પ્રશ્નનો સુખદ અંત આવતા લાભાર્થી પરિવારોમાં ખુશી અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે. કાયમી સરનામું મળવાથી હવે આ પરિવારો સરકારી યોજનાઓ, શિક્ષણ અને આવાસનો લાભ સરળતાથી મેળવી શકશે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાનો ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ!
Read Moreવસ્તી ગણતરીમાં ધરમપુરની શિક્ષિકાની અનોખી સિદ્ધિ, આંઘોળી-પેણધાની શિક્ષિકા દર્શના પટેલે માત્ર ૧૪ દિવસમાં વસ્તી ગણતરી પૂર્ણ કરી પ્રથમ ક્રમે સન્માન મેળવ્યું
હિન્દ ન્યુઝ, વલસાડ વર્ષ ૨૦૨૬માં યોજાયેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની ઘર યાદી અને મકાન ગણતરીની કામગીરીમાં શિક્ષકોએ મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ ભૂમિકા ભજવી છે. શિક્ષકોની ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સમાજ સાથેના સતત સંપર્કને કારણે તેઓ આ કામગીરી માટે સૌથી વિશ્વસનીય સાબિત થયા છે. જેના પરિણામે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંઘોળી- પેણધા પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શનાકુમારી રમણભાઈ પટેલે માત્ર ૧૪ દિવસમાં પોતાને સોંપાયેલી વસ્તી ગણતરીનું કામ પાર પાડી સિધ્ધિ મેળવતા ધરમપુરના પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ દ્વારા તેમને ધરમપુર તાલુકામાં સૌથી ઝડપી વસ્તી ગણતરી પૂર્ણ કરવા અંગે પ્રથમ ક્રમાંકનું પ્રમાણપત્ર એનાયત…
Read Moreદાહોદમાં મહિલાઓ માટે ૫ દિવસીય ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ અને જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ જૂનથી ૨૯ જૂન દરમિયાન ૫ દિવસીય ‘ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમમાં કુલ ૪૬ મહિલા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સામાન્ય અંદાજ મુજબ, લાંબા સમય સુધી બાગાયતી ઉત્પાદનોને સંગ્રહી રાખવાના પૂરતા સાધનો ન હોવાને કારણે અંદાજે ૩૦ ટકા જેટલો પાક/ઉત્પાદન બગડી જાય છે અને ઉપયોગમાં લઈ શકાતો નથી. આ પ્રકારનો બગાડ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરી તેમજ…
Read More