રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ

હિન્દ ન્યુઝ, વલસાડ      વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના સુશાસન નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં ‘‘પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા’’ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.  આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશ આઝાદ થયો ત્યારે ૩૫ થી ૩૬ કરોડની વસ્તી હતી, આજે ૧૪૦ કરોડ વસ્તી છે. ત્યારે તેની સુખાકારી અને કલ્યાણની જવાબદારી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સુપેરે નિભાવી રહ્યા છે. કોરોના કાળથી લઈને અત્યાર સુધી દેશની ૮૦ કરોડ જનતાને…

Read More

આદિવાસી બહુલ વલસાડ જિલ્લામાં સિકલસેલ ડિસિઝના ૨૬૬૫ કેસ નોંધાયા

હિન્દ ન્યુઝ, વલસાડ      સિકલસેલ રોગ વિશ્વના સૌથી સામાન્ય વારસાગત રક્તરોગોમાંનો એક છે, જેની સામે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે તા. ૧૯ જૂનના રોજ વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો હોવાથી અહીં સિકલ સેલ એનિમિયાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળે છે. વલસાડ જિલ્લામાં મે- ૨૦૨૬ સુધીમાં કુલ ૧૦,૦૯,૫૭૦ આદિવાસી વસ્તીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાં ૨,૬૬૫ સિકલ સેલ ડિસીઝના અને ૫૨,૭૭૨ સિકલ સેલ ટ્રેઈટના કેસો નોંધાયા છે.    સિકલસેલ એનિમિયા એક વારસાગત રક્તવિકાર છે, જેમાં લોહીના લાલ રક્તકણો દાતરડાના (સિકલ) આકારના…

Read More

તા. 19 જૂન: વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ

સિકલ સેલ જાગૃતિ અંગેના ગુજરાત મોડેલની તર્જ પર દેશભરમાં જુલાઈ, 2023ના રોજ કેન્દ્ર સરકારે ‘રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશન’ની કરી શરૂઆત : પદ્મશ્રી ડૉ. યઝદી ઇટાલિયા હિન્દ ન્યુઝ, વલસાડ      વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસના અવસરે અગ્રણી ટ્રાન્સલેશનલ સાયન્ટિસ્ટ, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમના પાયાના કાર્યકર ડૉ. યઝદી ઇટાલિયાએ ભારતમાં સિકલ સેલ રોગ (Sickle Cell Disease – SCD) સામેની લડતમાં થયેલી નોંધપાત્ર પ્રગતિને ઉજાગર કરી હતી. તેમણે સાથે સાથે વધુ જાગૃતિ, સમાન આરોગ્યસેવાઓની ઉપલબ્ધતા અને આધુનિક નિવારક ટેક્નોલોજીના વ્યાપક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.…

Read More

વલસાડ જિલ્લામાં ૨૩, ૨૪,૨૫ જુન શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૬

હિન્દ ન્યુઝ, વલસાડ    રાજયભરમાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. જેની પુર્વ તૈયારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં પ્રવેશોત્સવના સુચારૂ આયોજન, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેમજ રાજ્યનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ભાર મુકવામાં આવ્યો હતો.     વલસાડ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવ માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-૧ સુધી ૩૫૬૦૦ બાળકોનું નામાંકન કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ…

Read More

વલસાડ પાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર અને પીએમ સ્વનિધિ મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ      વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમજ સરકારના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના લક્ષ્યને સિદ્ધ કરવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા લાભ વધુમાં વધુ પ્રજાજનો સુધી પહોંચે તે હેતુસર વલસાડ નગરપાલિકા દ્વારા તા.૧૮/૦૬/૨૦૨૬ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વલસાડ ખાતે, “જન કલ્યાણ શિબિર” તેમજ “PM સ્વનિધી મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, પાલિકા કારોબારી ચેરમેન આશિષભાઈ દેસાઈ, IAS ઓફિસર પિયુષ ઘટાલા તેમજ વોર્ડના અન્ય સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં PM સ્વનિધિના લાભાર્થીઓ પોતાના પરિવાર સાથે હાજર…

Read More

વલસાડ જિલ્લામાં કપરાડાની બે અને ઉમરગામની એક મળી કુલ ૩ નવી માધ્યમિક શાળાને મંજૂરી મળી

હિન્દ ન્યુઝ, વલસાડ      રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ–૨૦૨૬’, ‘કન્યા કેળવણી મહોત્સવ’ તથા ‘નિપુણ ગુજરાત’ કાર્યક્રમનો રાજ્યવ્યાપી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020) આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF) તથા સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  આ ગૌરવપૂર્ણ પ્રસંગે વલસાડ જિલ્લાના શૈક્ષણિક વિકાસને નવી દિશા આપતા ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મંજૂર થયેલી 3 નવી સરકારી માધ્યમિક શાળાઓના મંજૂરીપત્રો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી…

Read More

ફાસ્ટ ફૂડની લારી ચલાવતા ઉધનાના મુકેશભાઈ પાટીલના નાના વ્યાપારને ‘પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ’ થકી મળ્યો વેગ

હિન્દ ન્યુઝ, સુરત    પીએમ સ્વનિધિ યોજનાના કારણે વ્યવસાયની આર્થિક જરૂરિયાતો માટે હવે કોઈની પાસે મદદ માંગ્યા વિના ગૌરવભેર વેપાર કરી શકું છું: લાભાર્થી મુકેશભાઈ પાટીલ વડાપ્રધાનશ્રીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી નિમિત્તે સુરતના ઉધના હરિનગર-૩ના કોમ્યુનિટી હોલમાં યોજાયેલી ‘જનકલ્યાણ શિબિર’માં મોટી સંખ્યામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતી જનકલ્યાણ શિબિર થકી લાભાર્થીઓને આગળીના ટેરવે ઝડપી, પારદર્શક અને સચોટ સેવાઓનો લાભ મળી રહ્યો છે.          સુરતના ઉધના-ચીકુવાડી વિસ્તારના રહેવાસી અને ફાસ્ટ ફૂડનો વ્યવસાય ધરાવતા મુકેશભાઈ પાટીલને ‘પીએમ સ્વનિધિ ક્રેડિટ…

Read More

વ્હાલી દીકરી યોજના થકી દીકરી નિર્વીના ભવિષ્ય માટેની સુનિશ્ચિત આર્થિક સહાય મેળવતા લાભાર્થી પિતા વિજય પાટીલ

હિન્દ ન્યુઝ, સુરત      જન-જન સુધી સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા સુરતના ઉધના-હરિનગર ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં અનેક જરૂરિયાતમંદ લોકોએ યોજનાકીય લાભો એક સ્થળે, એક છત્ર હેઠળ મેળવ્યા હતા.                   આ શિબિરમાં દીકરીઓના ભવિષ્યને આર્થિક સુનિશ્ચિતતા પ્રદાન કરતી ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ મેળવતા ઉધના-ડીંડોલીમાં રહેતા વિજય પાટીલ અને તેમની પત્નીએ ખુશી વ્યકત કરી હતી. પિતા વિજય પાટીલે જણાવ્યું કે, આજના સમયમાં જ્યારે દુ:ખની ઘડીમાં પોતાના પણ સાથ છોડી દે, ત્યારે આ યોજના મારી દીકરીના ભવિષ્યને અત્યારથી જ સુરક્ષિત કરે છે.…

Read More

મજુરા ITI ખાતે GSDM દ્વારા ‘ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા આઉટરીચ પ્રોગ્રામ’ યોજાયો

હિન્દ ન્યુઝ, મજુરા        રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા સુરત આઈ.ટી.આઈ. ખાતે ‘ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા આઉટરીચ પ્રોગ્રામ’ યોજાયો હતો. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની કૌશલ્ય યોજનાઓ અને અન્ય કલ્યાણ યોજનાઓની સમજ અપાઈ હતી.             આ સેમિનાર આઈ.ટી.આઈ.ના પ્રતિનિધિઓ અને GSDMના ઉચ્ચ અધિકારીઓએ રાજ્ય સરકાર દ્વારા યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી અને કૌશલ્યલક્ષી યોજનાઓથી માહિતગાર કરાયા હતા. જેમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાન ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ…

Read More

તા.૨૧ જૂન:આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે થશે

હિન્દ ન્યુઝ, સુરત      પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી ‘યોગ વિદ્યા’ને વિશ્વ ફલક ઉપર લાવી માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તા.૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સમગ્ર વિશ્વની સાથે સુરત જિલ્લાકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં થશે. આ યોગદિનમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ જોડાશે.              આ વર્ષે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત મહાનગરપાલિકાકક્ષાએ કોમ્યુનિટી હોલ, બાગ-બગીચાઓ મળી ૪૭ સ્થળોએ, તમામ તાલુકાઓ,…

Read More