હિન્દ ન્યુઝ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના સફળ અને જનકલ્યાણલક્ષી ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના અનુસંધાને પોરબંદર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત તા.૯ જૂનના રોજ જિલ્લાના વિકાસકાર્યોને જનજન સુધી પહોંચાડવા માટે ‘પ્રગતિ પથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં થયેલા મહત્વપૂર્ણ વિકાસકાર્યો અંગે પદાધિકારીઓ, અગ્રણીઓ તેમજ નાગરિકોને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે યોજાનારી આ યાત્રાના પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ અને અગ્રણીઓ વિવિધ વિકાસકાર્યોની સ્થળ મુલાકાત કરશે. ત્યારબાદ બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો-મહંતો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પણ આ વિકાસસ્થળોની…
Read MoreDay: June 10, 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રમતગમત ક્ષેત્રે પોરબંદરની નવી ઉડાન
૧૨ વર્ષ સબળ નેતૃત્વના, અવિરત વિકાસના હિન્દ ન્યુઝ, પોરબંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વ હેઠળ સફળ ૧૨ વર્ષ દરમ્યાન દેશના ખૂણે-ખૂણે અવિરત વિકાસની ગતિ જોવા મળી રહી છે. આ વિકાસ યાત્રાના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પોરબંદરના રંઘાવાવ પાસે નિર્મિત થયેલ “સરદાર પટેલ રમત સંકુલ” (સ્પોર્ટ્સ સંકુલ) છે. આ આધુનિક સ્પોર્ટ્સ સંકુલ સ્થાનિક ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી યુવાનોને પોતાના ઘર આંગણે જ ઉચ્ચ સ્તરની તાલીમ અને સુવિધાઓ મળી રહી છે. પોરબંદરની પેરા-એથ્લેટ પ્રિયાબેન કોડિયાતર જેવી…
Read More૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જન કલ્યાણનાં સ્વચ્છતા અભિયાન
હિન્દ ન્યુઝ, દાહોદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ ‘૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જન કલ્યાણનાં’ ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં વિવિધ લોકહિત અને જનજાગૃતિના કાર્યક્રમોની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે ધાનપુર તાલુકા પંચાયતના નવાનગર ગ્રામ પંચાયત હેઠળ ગ્રામજનો દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંદેશને સાર્થક કરવા માટે ગ્રામજનોએ પોતાના દૈનિક જીવનમાં સ્વચ્છતા અપનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સૌના સહિયારા પ્રયાસો અને ઉત્સાહપૂર્ણ શ્રમદાનથી ગામની નદી-નાળાને તેમજ એમાં આવેલ ઝાડી ઝાખરાની સફાઈ કરવામાં આવી હતી.
Read Moreપોરબંદરમાં આઈ.ટી.આઈ. ખાતેથી ઢોલ અને ગરબાના તાલે ‘પ્રગતિ પથ યાત્રા’નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, પોરબંદર પ્રધાન સેવકની જેમ નાગરિકોના કાર્ય કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો આકર્ષક ઢબે ઢોલ અને ગરબાના તાલે પોરબંદર આઈ.ટી.આઈ. ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસકાર્યો, શૈક્ષણિક, આરોગ્ય, માર્ગ સલામતી, પ્રવાસન અને જનસુવિધા સંબંધિત પ્રકલ્પોની સ્થળ મુલાકાત લઈ આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓએ સેવાઓ અને વિકાસકાર્યોની માહિતી મેળવી હતી. યાત્રા દરમિયાન આઈ.ટી.આઈ. ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સાધનો અને પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિવિધ ટ્રેડની મુલાકાત…
Read Moreજનભાગીદારીથી વિકાસનું જનઆંદોલન : પાટણમાં નિવાસી અધિક કલેકટર ડો. મેહુલ બરાસરાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
વિકસિત ગુજરાત@૨૦૪૭ સંકલ્પ અભિયાન_પાટણ હિન્દ ન્યુઝ, પાટણ ૧૫ જૂનના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલનના આયોજનની સમીક્ષા કરાઇ. બેઠક દરમિયાન તા. ૧૫ જૂનના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન તેમજ તા. ૧૭ જૂનના રોજ વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે યોજાનારી યોગ શિબિર અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથ યાત્રા, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ અને વિશ્વ યોગ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા માટે જરૂરી કામગીરી અંગે…
Read Moreસ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ગામ દયાપરમાં જળાશય સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, કચ્છ સ્વચ્છતા એ માત્ર એક અભિયાન નથી, પરંતુ આપણા સૌની જવાબદારી અને સંસ્કાર છે. સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ગામ દયાપરમાં જળાશય સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના સરપંચ, તલાટી આગેવાનો, યુવાનો,તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જળાશયો આપણા જીવનનો અમૂલ્ય આધાર છે. સ્વચ્છ અને સુરક્ષિત જળાશયો દ્વારા માત્ર પર્યાવરણનું જ નહીં પરંતુ માનવ જીવન અને આવનારી પેઢીઓનું પણ રક્ષણ થાય છે. કાર્યક્રમ દરમિયાન જળાશય વિસ્તારની સફાઈ કરીને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો. આવો, આપણે સૌ મળીને સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ કરીએ અને…
Read Moreવિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સરાહનીય કદમ!
હિન્દ ન્યુઝ, કે ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે ધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” નું સફળ આયોજન કરવામાં આવ્યું. ડભોડીયા હનુમાન મંદિરના વિશાળ પ્રાંગણમાં યોજાયેલા આ સેમિનારમાં ૧,૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 🤝 સંયુક્ત પ્રયાસ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-ગાંધીનગર, શ્રી ડભોડીયા હનુમાન મંદિર ટ્રસ્ટ અને શ્રી એમ.એચ. વિદ્યામંદિર 🎯 સેમિનારનો મુખ્ય હેતુ: 📚 ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની માહિતી. 📝 વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન. 💼 સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં કારકિર્દીની ઉત્તમ તકો. 🛠️ કૌશલ્ય વિકાસ (Skill Development) અંગે જાગૃતિ. ✨ કાર્યક્રમ…
Read Moreઅબડાસા તાલુકાના તેરા ગામે ગ્રામ પંચાયતના આયોજન હેઠળ ગામના તળાવ તથા જળાશયોની સ્વચ્છતા માટે વિશેષ સફાઈ અભિયાન
હિન્દ ન્યુઝ, કચ્છ સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત આજરોજ અબડાસા તાલુકાના તેરા ગામે ગ્રામ પંચાયતના આયોજન હેઠળ ગામના તળાવ તથા જળાશયોની સ્વચ્છતા માટે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જળાશયોને સ્વચ્છ રાખી પર્યાવરણ સંરક્ષણ તેમજ જનજાગૃતિ લાવવાનો હતો. તળાવની આસપાસ તથા અંદર રહેલા પ્લાસ્ટિક, કચરો અને અન્ય ગંદકી દૂર કરી જળાશયને સ્વચ્છ બનાવવા ગ્રામજનોએ શ્રમદાન કર્યું હતું . આ પ્રસંગે ગામલોકોને જળાશયોમાં કચરો ન નાખવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તથા સ્વચ્છતા જાળવવા અંગે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ ગામને સ્વચ્છ, સુંદર અને…
Read Moreવડાપ્રધાનનાં ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે જામનગર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જળાશયો અને ખુલ્લા પ્લોટની સફાઈ કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ, ભવ્ય અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જામનગર જિલ્લામાં આગામી તારીખ ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ” ના સંકલ્પને સાકાર કરવા માટે જામનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક સપ્તાહ માટે “વિશેષ સ્વચ્છતા ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સિદ્ધ…
Read Moreશિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ શહેરના રણમલ તળાવ ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ શ્રમદાન કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ, ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી “વિશેષ સ્વચ્છતા ઝુંબેશ” અંતર્ગત આજે એક શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના ઐતિહાસિક રણમલ તળાવ ખાતે જંગલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત આ સ્વચ્છતા અભિયાનમાં રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ઉપસ્થિત રહી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાએ વડાપ્રધાનને જામનગરની ટીમ અને જનતા વતી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ગતિશીલ નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષથી દેશ…
Read More