સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ગામ દયાપરમાં જળાશય સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, કચ્છ 

    સ્વચ્છતા એ માત્ર એક અભિયાન નથી, પરંતુ આપણા સૌની જવાબદારી અને સંસ્કાર છે. સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ગામ દયાપરમાં જળાશય સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના સરપંચ, તલાટી આગેવાનો, યુવાનો,તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

જળાશયો આપણા જીવનનો અમૂલ્ય આધાર છે. સ્વચ્છ અને સુરક્ષિત જળાશયો દ્વારા માત્ર પર્યાવરણનું જ નહીં પરંતુ માનવ જીવન અને આવનારી પેઢીઓનું પણ રક્ષણ થાય છે. કાર્યક્રમ દરમિયાન જળાશય વિસ્તારની સફાઈ કરીને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો.

આવો, આપણે સૌ મળીને સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ કરીએ અને આપણા ગામ, સમાજ તથા દેશને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ.

Related posts

Leave a Comment