વિકસિત ગુજરાત@૨૦૪૭ સંકલ્પ અભિયાન_પાટણ
હિન્દ ન્યુઝ, પાટણ
૧૫ જૂનના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલનના આયોજનની સમીક્ષા કરાઇ.
બેઠક દરમિયાન તા. ૧૫ જૂનના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન તેમજ તા. ૧૭ જૂનના રોજ વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે યોજાનારી યોગ શિબિર અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી.
ઉપરાંત સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથ યાત્રા, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ અને વિશ્વ યોગ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમોને સફળ બનાવવા માટે જરૂરી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
