હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં વહીવટી પારદર્શિતા અને તંત્રની કામગીરી વધુ સુદ્રઢ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા કલોલ તાલુકાના દંતાલી ગામની મુલાકાત લઈ, ગ્રામ પંચાયતની સામાન્ય દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી. તેમણે પંચાયત રેકોર્ડ, મહેસૂલી ચોપડા, વિવિધ રજિસ્ટરો અને નાગરિક સેવાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી અને રેકોર્ડ નિભાવણી વધુ સુગમ અને વ્યવસ્થિત બનાવવા અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી દિશાનિર્દેશો પૂરા પાડ્યા હતા.
Read MoreDay: August 4, 2026
બનાસકાંઠા ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે ખાસ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના શુભ આશયથી બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘મહિલા સ્વાવલંબન દિવસ’ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ વિસ્તારની મહિલાઓને કૌશલ્યવર્ધક તાલીમ, સ્વરોજગારલક્ષી માર્ગદર્શન તેમજ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી.
Read Moreપરિશ્રમ અને સરકારી સહાયનો સંગમ છોટાઉદેપુરના ખેડૂત પુત્ર રોનક રાઠવાની PDPUમાં સફળતાની છલાંગ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર દ્રઢ મનોબળ, સખત પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શન હોય તો ગમે તેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ સફળતા મેળવી શકાય છે. આવું એક પ્રેરણાદાયી ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામના ખેડૂત પુત્ર રોનકભાઇ રાઠવાએ પૂરું પાડ્યું છે. વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૨ ની પરીક્ષામાં ૭૦ ટકા મેળવનાર રોનકે પોતાની મહેનત અને સરકારી સહાયથી ઉચ્ચ શિક્ષણનું સપનું સાકાર કર્યું છે. રોનક રાઠવા સાથેની મુલાકાતમાં JEE અને ગુજકેટ (GUJCET) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસ બાબતે જણાવતા કહ્યુ કે, મારી આર્થિક પરિસ્થિતી સારી નહોવાથી JEE અને ગુજકેટ (GUJCET) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી મે…
Read Moreગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના; વિધવા મહિલાઓ માટે બની આશાનું કિરણ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું વર્ષ 2026-27નું બજેટ રૂ. 2847.82 કરોડ; આ યોજના હેઠળ વર્ષ 2025-26માં 17 લાખથી વધુ મહિલાઓને રૂ. 2600 કરોડથી વધુની આર્થિક સહાય મળી. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મળતી માસિક સહાય મને ઘર-ખર્ચમાં મદદરૂપ થાય છે. હું આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ખૂબ-ખૂબ આભાર માનું છું : જૂનાગઢના લાભાર્થી સુશીલાબેન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આશાનું કિરણ બની; આજે આ યોજના હેઠળ મળતી સહાય ઘર-ખર્ચમાં તો મદદરૂપ થાય છે, સાથે જ તે બાળકોનું શિક્ષણ પણ સુનિશ્ચિત કરે છે : સુરતના…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ટી.બી. મુક્ત અભિયાન સફળતાના પંથે…
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ એક સમયે અસાધ્ય ગણાતો ટી.બી.રોગ આજે રાજરોગ મટીને સામાન્ય રોગ બન્યો છે. પરંતુ શરત માત્ર એ છે કે, આ માટે યોગ્ય આહાર-વિહાર શૈલી અપનાવી અને નિયમિત રીતે ડૉક્ટરના દિશાદર્શનમાં યોગ્ય દવાઓ લેવી. સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત કરવા માટે અભિયાનરુપે કામગીરી કરવામાં આવી રહી છે. જેને મોટી સફળતા મળી છે અને ગીર સોમનાથ જિલ્લાના ૧૭૪ ગામો ટી.બી. મુક્ત કરી શકાયા છે. ‘નિક્ષય મિત્ર’ યોજના દ્વારા જિલ્લાના પ્રવર્તમાન ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ સહિતની દવાઓ આપવામાં આવી રહી છે, આ ઉપરાંત ટી.બી.વિભાગ દ્વારા તેમનું…
Read Moreસૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ
હિન્દ ન્યુઝ, સૂત્રાપાડા પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરુરિયાત છે. ઝેરમુક્ત ખોરાક અને ઝેરમુક્ત જમીન છોડી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા શ્રી કારડીયા રાજપૂત સમાજની વાડી, પ્રશ્નાવડા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ હતી. તાજેતરની સીઝનની પરિસ્થિતિ અનુસાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને અન્ય સરકારી ખેતીલક્ષી સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી યોજાયેલી આ કિસાન ગોષ્ઠિમા્ં પ્રાકૃતિક કૃષિને લગત સરકારની વિવિધ યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read Moreવેરાવળની નાલંદા જ્ઞાન વિદ્યાલય ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી થઈ
‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વેરાવળના નાલંદા જ્ઞાન વિદ્યાલય ખાતે ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ‘મહિલા કલ્યાણ દિવસ’ સેમિનાર યોજાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અને વુમન એમ્પાવરમેન્ટ વિષય પર વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિંતન ગોંડલિયા દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના હેતુઓ તથા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી મહિલાઓ માટે કાર્યરત સુરક્ષાલક્ષી સેવાઓ અને…
Read Moreપ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, પ્રભાસપાટણ ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસપાટણના શ્રી સરકાર સદરે આવેલ સ.નં.૧૮૫૧ અને ૧૮૫ર વાળી જમીન/મિલકત પર કોઈ પણ ઈસમ/સંસ્થા/કંપનીએ પ્રવેશ કે દબાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હૂકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા. ૦૩/૦૮/૨૦૨૬થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
Read Moreતાલાલાના ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી
હિન્દ ન્યુઝ, તાલાલા રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલાલા તાલુકાના ડી. એમ. બારડ શૈક્ષણિક સંકુલ, ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા પ્રેરિત આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અને વુમન એમ્પાવરમેન્ટ વિષય પર મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રીમતી સોનલબેન રાઠોડે ‘બેટી બચાવો, બેટી…
Read Moreરસોઈના સ્વાદથી ‘લખપતિ દીદી’ બનવા સુધીની સફળ સફર!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રોજના 1 લીટર દૂધની ચાથી શરૂ થયેલી સફર આજે 25 લીટર દૂધની ચા અને 60થી વધુ લોકોના સ્વાદિષ્ટ ભોજન સુધી પહોંચી છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના ‘આદ્યશક્તિ સખી મંડળ’ની બહેનો પોતાની રસોઈની કળાના માધ્યમથી નારી સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે. જિલ્લા પંચાયતમાં કેન્ટીન દ્વારા પ્રત્યેક મહિલા ₹10,000 જેટલી આવક મેળવી માત્ર પોતાના પરિવારને ટેકો જ નથી આપી રહી, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહી છે.
Read More