વડોદરા, સોમનાથ, એકતાનગર અને પાવાગઢને ભીક્ષાવૃત્તિ મુક્ત કરાશે

હિન્દ ન્યુઝ, વડોદરા    કેન્દ્ર સરકારની સ્માઇલ ભીક્ષાવૃત્તિ મુક્ત અભિયાનના પ્રથમ તબક્કા સુંદર પ્રદર્શન કરનારા ગુજરાતના ચાર શહેરો વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર અને પાવાગઢમાં આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો માટે પુનઃસ્થાપન પ્લાન બનાવવામાં આવ્યો છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી મોના ખંધારે વડોદરા ખાતે અભિયાનના સુદ્રઢ અમલીકરણ માટે આ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ઉક્ત વિભાગ દ્વારા સપોર્ટ ફોર માર્જિનાલાઇઝ્ડ ઇન્ડીવિડ્યુઅલ ફોર લાઇવલીહૂડ એન્ડ એન્ટરપ્રાઇઝ (સ્માઇલ) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સુંદર પ્રદર્શન કરનારા દેશના ૨૫ જિલ્લાઓમાં ગુજરાતના વડોદરા,…

Read More

ધરમરપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન ખાતે ૮૦૦થી વધુ યુવાનોની ભાગીદારી સાથે ભવ્ય ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ધરમરપુર     ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હસ્તક MY Bharat, વલસાડ દ્વારા ‘રાષ્ટ્રીય ખેલ દિવસ ૨૦૨૬ – ખેલો ઇન્ડિયા સંવાદ – ખેલ કી બાત, PM કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને ભાગીદારી વધારવા તેમજ રમતગમત ક્ષેત્રે કારકિર્દીની તકોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ અને ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આશરે ૮૦૦ વિદ્યાર્થીઓએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના યજ્ઞસ્થળેથી વર્ચ્યુઅલ માધ્યમ…

Read More

સંસ્કૃત સંભાષણથી ગુંજ્યુ વલસાડ, સેગવીમાં જિલ્લા કક્ષાનો સંસ્કૃત સંભાષણ દિવસ ઉત્સાહભેર ઉજવાયો

હિન્દ ન્યુઝ, વલસાડ     વલસાડ તાલુકાના સેગવી ગામની સર્વોદય હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, સંવર્ધન તથા દૈનિક જીવનમાં સંસ્કૃત ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જિલ્લા કક્ષાના સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું કે, સંસ્કૃત માત્ર ભાષા નહીં, સંસ્કૃતિ અને સંસ્કારની ઓળખ પણ છે. આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવતા વધુમાં કહ્યું કે, સંસ્કૃત સંભાષણ દિવસનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃતને માત્ર પાઠ્યપુસ્તકના વિષય તરીકે નહીં, પરંતુ દૈનિક વ્યવહાર અને સંવાદની ભાષા તરીકે પ્રોત્સાહિત…

Read More

    નેપાળમાં આવેલા પૂરના કારણે ગુજરાતના 12 લોકો સંપર્ક વિહોણા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર, નેપાળ      નેપાળમાં આવેલા પૂરના કારણે ગુજરાતના 12 લોકો સંપર્ક વિહોણા; ગુજરાત રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા સંપર્ક વિહોણા થયેલા ગુજરાતીઓની યાદી જાહેર કરાઈ જે આ મુજબ છે: મળતી વિગતો મુજબ સંપર્ક વિહોણા થયેલા લોકોની યાદીમાં અમદાવાદના 3, આણંદના 2, વલસાડના 1, રાજકોટના 1, સુરતના 3 વ્યક્તિઓ ઉપરાંત, USAના 1 અને ઓસ્ટ્રેલિયાના 1 વ્યક્તિનો સમાવેશ…  

Read More

મહીસાગર જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ માનગઢ ખાતે ૭૭માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી!

હિન્દ ન્યુઝ, મહીસાગર  રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવાયો. મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન કર્યું. કાર્યક્રમની હાઈલાઈટ્સ: ✅ વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન ✅ સખી મંડળોને આર્થિક સહાયના ચેક વિતરણ

Read More

ડાંગ જિલ્લામાં ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત શાળા-કોલેજોમાં ઉત્સાહભેર ‘સંસ્કૃત સંભાષણ દિન’ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ  ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લામાં તા. ૨૫ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ દરમિયાન ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.  જે અંતર્ગત તા. ૨૭ ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા મહાવિદ્યાલયોમાં ‘સંસ્કૃત સંભાષણ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી.   આ ઉજવણીના ભાગરૂપે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા કક્ષાએ સવારની પ્રાર્થના સભામાં સંસ્કૃત શ્લોક ગાન, સુભાષિતો અને સંસ્કૃત નાટ્યાત્મક રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરાંત, સંસ્કૃત ભાષા…

Read More

દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ

હિન્દ ન્યુઝ, ડાંગ   સાચો વૈભવ અને શુદ્ધ જીવન ત્યાં જ શક્ય છે, જ્યાં કુદરતની હરિયાળી સોળે કળાએ ખીલેલી હોય. ગુજરાતનો એક એવો જ અણમોલ પ્રદેશ એટલે ડાંગ!  શુદ્ધ હવા અને અખૂટ વનરાજીથી સમૃદ્ધ આ જિલ્લો આજે માત્ર તેના નૈસર્ગિક સૌંદર્ય માટે જ નહીં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના સઘન પ્રયાસો થકી સર્વાંગી વિકાસના એક ઉત્તમ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે.  આધુનિકતા અને પ્રાચીન આદિવાસી સંસ્કૃતિનો અદભુત સમન્વય સાધીને ડાંગ આજે નવી ક્ષિતિજો આંબી રહ્યું છે. દેશના પ્રથમ ‘સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લા’ તરીકે ગૌરવ મેળવનાર ડાંગે કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી…

Read More

દાહોદ ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં શાળા શિક્ષણમાં ૧૦૦ ટકા Gross Enrolment Ratio (GER) હાંસલ કરવા તેમજ શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને પુનઃ શિક્ષણ પ્રવાહમાં જોડવાના ઉદ્દેશથી રાજ્યમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અમલમાં મૂકવામાં આવ્યું છે.  જે અન્વયે દાહોદ જિલ્લામાં પણ ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અંતર્ગત ડ્રોપઆઉટ બાળકોને પુનઃશિક્ષણ પ્રવાહમાં જોડવા જિલ્લા વ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા તથા શાળામાંથી વિમુખ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિવિધ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ ‘Back…

Read More

ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળો પર આવેલા જળાશયોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ડાંગ     તાજેતરમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં જળાશયો (નદી, તળાવ, નહેર) માં ડૂબી જવાથી મૃત્યુ થવાની દુર્ઘટનાઓ ધ્યાને આવતાં, ડાંગ જિલ્લામાં આવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એચ.એમ. જણકાટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ ડાંગ જિલ્લામાં આવેલા તમામ ભયજનક જળાશયો, નદીઓ, તળાવો, અને ધોધમાં નાહવા કે પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.  આ જાહેરનામા મુજબ, આહવા, વઘઇ અને સુબીર તાલુકાના કુલ ૬૩ જોખમી…

Read More

ડાંગ જિલ્લામાં એન્ટી-ટોબેકો ડ્રાઇવ: સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં COTPA એક્ટ હેઠળ દંડનીય કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં તમાકુ અને વ્યસનના દૂષણને ડામવા તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સાપુતારા ખાતે દંડનીય કાર્યવાહી અને વઘઇ ખાતે ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૫-૦૬-૨૦૨૬ના રોજ સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (COTPA-2003) ના કડક અમલીકરણ માટે પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને એસ.ટી. ડેપો વિભાગ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ…

Read More