હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેબારી ગામે સ્થાનિક ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની પ્રાયોગિક તાલીમ તથા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના એક અનુભવી પ્રાકૃતિક ખેડૂત દ્વારા ઉપસ્થિત અન્ય ખેડૂતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક તાલીમ અને તેના ઉપયોગ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો જીવામૃત, બીજામૃત, આચ્છાદાન (મલ્ચિંગ), વાફસા અને જૈવ વિવિધતા વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાકૃતિક પદ્ધતિથી દેશી બનાવટ દ્વારા તૈયાર કરવામાં આવતી સામગ્રીનો ખેતરમાં કયા પ્રમાણમાં અને કઈ…
Read MoreDay: August 23, 2026
પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ઊર્જા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સાસણ તથા આસપાસના વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાસણ ખાતે પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ઊર્જા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. એશિયાટિક સિંહ માટે વિશ્વ પ્રસિદ્ધ સાસણ આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર છે અહિં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેશ-વિદેશથી આવતા હોય છે ત્યારે સરકાર દ્વારા સાસણને પોલીસ સ્ટેશનની સુવિધા આપવામાં આવતા વિસ્તારના નાગરિકોને પોલીસ સેવાઓ વધુ નજીકથી અને ઝડપી મળી રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ લાવવા…
Read Moreભરૂચ જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અંગે તંત્રનું સઘન ચેકિંગ: નિયમોનું ઉલ્લંઘન કરતી ૫ રેસ્ટોરન્ટ્સને વેચાણ બંધ કરવા નોટિસ
હિન્દ ન્યુઝ, ભરૂચ ચોમાસાની ઋતુ અને આગામી રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આકસ્મિક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેની સૂચના મુજબ ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ડી.વાય.એસ.પી. સી. કે. પટેલના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્ર, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફાયર અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તાર સહિત બાયપાસ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
Read Moreભરૂચ જિલ્લા જેલ ખાતે રૂ.૧૬ કરોડોના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ – રવિવાર- ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે હાથ ધરાયેલા વિવિધ આધુનિક બાંધકામ અને વિકાસ પ્રકલ્પોનું આજે (નાણા, પોલીસ હાઉસીંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરીક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના) રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી કમલેશભાઈ પટેલે શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટ્ય કરી અને તકતીનું અનાવરણ કરીને તમામ નવનિર્મિત બાંધકામોને જેલ પ્રશાસન માટે ખુલ્લા મૂક્યા હતા. આ નવનિર્માણમાં જેલ પરિવાર…
Read More