હિન્દ ન્યુઝ, માંડવી કેટલાક કલાકારો માત્ર પોતાની કળાથી ઓળખાતા નથી, પરંતુ વર્ષો સુધી પોતાની પ્રતિભા, સાદગી અને લોકપ્રિયતાને જાળવી રાખીને સમાજના હૃદયમાં એક આગવું સ્થાન બનાવી લે છે. નિશાબેન સંઘવી આવા જ એક પ્રતિભાશાળી અને ગૌરવવંતાં કલાકાર છે. વર્ષોથી જૈન ભક્તિ સંગીતના માધ્યમથી તેમણે અનેક શ્રાવક-શ્રાવિકાઓના હૃદય સુધી ભક્તિનો સ્વર પહોંચાડ્યો છે. સમય બદલાયો, અનેક નવા કલાકારો આવ્યા, પરંતુ નિશાબેનના સ્વરમાં રહેલી મધુરતા અને તેમની આગવી રજૂઆત આજે પણ એટલી જ લોકપ્રિય છે. મારી દૃષ્ટિએ, સફળતા મેળવવી એ એક સિદ્ધિ છે, પરંતુ મળેલી સફળતાને વર્ષો સુધી સતત જાળવી…
Read MoreDay: October 7, 2026
શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર સેવા જ્યોતિ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સભાના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર એ લીધી સભાસ્થળની મુલાકાત
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં તારીખ 07 ઓક્ટોબર બુધવારના રોજ સવારે 9-00 કલાકે વિકસિત ભારત સંકલ્પ સભા અંતર્ગત સેવા જ્યોતિ યાત્રા યોજાનાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી તરીકે તારીખ 07 ઓક્ટોબર 2001 ના રોજ સત્તાનું સુકાન સંભાળ્યું હતું તે સમયને 25 વર્ષ પૂર્ણ થતા હોય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર સેવા જ્યોતિ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે સેવા જ્યોતિ સર્કલ, વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન સભા સ્થળ અને વિવિધ રૂટ ની રૂબરી મુલાકાત લઈ જાત…
Read Moreવલ્લભ વિદ્યાનગરમાં ‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ થીમ પર રંગોળી અને કોલાજ સ્પર્ધા યોજાઈ
સેવા સંકલ્પ અભિયાન હિન્દ ન્યુઝ, આણંદ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM કોલેજ ઓફ ફાઈન આર્ટસ ખાતે કલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” થીમ પર આધારિત આ કાર્યક્રમમાં રંગોળી અને કોલાજ વર્કની ઓપન કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં વ્યક્તિગત અને ગ્રુપ કેટેગરીમાં ભાગ લેવા માટે જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં કલાપ્રેમી સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સર્જનાત્મક શક્તિનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સ્પર્ધાનું આયોજન આણંદના…
Read Moreઆણંદ ખાતે બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ‘નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ’ સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા આણંદના ભાનુભાઈ આઈ. પટેલ એલિકોન હોલ ખાતે ‘નેશનલ એજ્યુકેશન ગ્લોરી એવોર્ડ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતમાં નોંધપાત્ર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડૉ. નિશા જોશી, કરમસદ સંતરામ મંદિરના શ્રી મોરારિદાસજી મહારાજ તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના નિવૃત્ત એસોસિએટ પ્રોફેસર શ્રી આર. કે. મંડાલીયા, સરદાર પટેલ યુનિવર્સિટીના લાઈબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ વિભાગના હેડ પ્રો.…
Read Moreદિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર
હિન્દ ન્યુઝ, આણંદ આણંદના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક યાદીમાં જણાવ્યા અનુસાર દિવેલા (એરંડા) ના પાકમાં વિવિધ પ્રકારની ચુસિયા જીવાતોના ઉપદ્રવથી પાકને થતું નુકસાન અટકાવવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતો માટે સંકલિત કીટ વ્યવસ્થાપન અંગેની મહત્વની સલાહ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ સમયસર નિયંત્રણના પગલા ભરી શકાય તે માટે દિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પ્રતિ હેક્ટરે ૧૦ પીળા ચીણા પિંજર ગોઠવવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત,ચૂસીયા…
Read Moreજવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં ધોરણ-૯ અને ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તા.૧૫ મી ઓક્ટોબર ૨૦૨૬ સુધી લંબાવાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં આવેલ પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ અગાઉ ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી, પરંતુ વહીવટી કારણોસર હવે આ ઓનલાઈન આવેદન કરવાની તારીખ લંબાવીને ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૬ કરવામાં આવી છે. જેથી હાલ શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માં આણંદ જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય (સરકારી કે ખાનગી) શાળામાં ધોરણ ૮ અને…
Read Moreઆણંદ જિલ્લામાં ૧૨ ઓક્ટોબરે ‘NPS સંચય યાત્રા’નું આગમન
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં આગામી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ‘NPS સંચય યાત્રા’નું આગમન થઈ રહ્યું છે. NPS દિવસ ૨૦૨૬ અભિયાનના ભાગરૂપે આયોજિત આ યાત્રા દ્વારા નાગરિકોને તેમના સુરક્ષિત નાણાકીય ભવિષ્ય અને નિવૃત્તિ બાદના સન્માનજનક જીવન માટે પેન્શન આયોજનના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. લીડ બેન્ક ઓફિસ, આણંદના સીધા માર્ગદર્શન હેઠળ આ ખાસ તૈયાર કરવામાં આવેલી NPS સંચય યાત્રા વાન જિલ્લાના વિવિધ વ્યૂહાત્મક સ્થળોની મુલાકાત લેશે. આ યાત્રાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન…
Read Moreઆણંદ ખાતે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી અને ન્યુ વલ્લભ વિધાનગર ખાતે આવેલ એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ યોજાયો હતો. વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડૉ. ડી. એચ. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનો અને સ્વાસ્થ્ય રક્ષણ કરવાનો હતો. આ કેમ્પમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પેન્શનરો, ફાર્મ મજૂરો તેમજ યુનિવર્સિટી વસાહત (કેમ્પસ) ખાતે રહેતા પરિવારજનોના ૦ થી ૧૫ વર્ષની વયજૂથના બાળકોને આવરી લેવામાં…
Read Moreઆણંદ જિલ્લામાં ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાનો ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને GVK EMRIના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાએ તા.૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક ૯ વર્ષ પૂર્ણ કરી ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. નિરાધાર, બિનવારસી તેમજ ઈજાગ્રસ્ત અબોલ પશુ-પક્ષીઓ માટે આશાનું કિરણ બનેલી આ હેલ્પલાઇન આજે માત્ર એક ઈમરજન્સી સેવા ન રહેતા મૂંગા જીવો માટે સાચા અર્થમાં જીવનદાયી સહારો પુરવાર થઈ રહી છે. છેલ્લા નવ વર્ષની અવિરત અને નિઃસ્વાર્થ સેવા દરમિયાન ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા આણંદ જિલ્લામાં કુલ ૨૦,૦૯૧થી વધુ પશુઓ અને પક્ષીઓને સ્થળ પર જ સમયસર નિઃશુલ્ક સારવાર પૂરી…
Read Moreતા.09 ઓક્ટોબરના રોજ આણંદ તાલુકાના સારસા, ઉમરેઠ તાલુકાના સૈયદપુરા, પેટલાદ તાલુકાના પાડગોલ, બોરસદ તાલુકાના રાસ,ખંભાત તાલુકાના નગરા અને તારાપુર તાલુકાના વરસડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 09 ઓક્ટોબર શુક્રવારના રોજ સવારના 9-00 કલાકથી આણંદ તાલુકાના સારસા…
Read More