સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે “કલેક્ટર કી ક્લાસ” કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ   જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી કચ્છ જિલ્લાની દીકરીઓ માટે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “કલેક્ટર કી ક્લાસ”નું આયોજન કરવામાં આવ્યું છે.  જીપીએસસી, યુપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ, પંચાયત બોર્ડ, કે પોલીસ વિભાગ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી દીકરીઓને પ્રોત્સાહન અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી દિવસોમાં ભુજ ખાતે કલેક્ટર કી ક્લાસ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં…

Read More

કચ્છ પશ્ચિમ વન વિભાગની પ્રેરણાદાયી પહેલ: માતાના મઢ જતા પદયાત્રાળુઓની સેવામાં દયાપર ઉત્તર અને દક્ષિણ વન્યજીવ રેન્જ ખડેપગે

હિન્દ ન્યુઝ, કચ્છ    કચ્છની ધરા પર નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દેશ-વિદેશ તેમજ રાજ્યભરમાંથી લાખો ભાવિક ભક્તો કુળદેવી મા આશાપુરાના દર્શનાર્થે માતાના મઢ ખાતે પદયાત્રા કરીને જઈ રહ્યા છે. પદયાત્રીઓની આ આસ્થા અને ભક્તિની યાત્રા વધુ સુગમ અને આરામદાયક બને તેવા ઉમદા હેતુથી કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વિશેષ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. વન અને પર્યાવરણના જતન સાથે લોકસેવાનો ઉત્તમ સમન્વય સાધીને વન વિભાગના કર્મયોગીઓ હાલ પદયાત્રીઓની સેવામાં જોડાયા છે. કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલની પ્રેરણાથી અને કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ…

Read More

કચ્છમાં ૧૦૮ની સેવા બની જીવાદોરી: એક જ મહિનામાં ૫૪૭૯ જિંદગીઓ બચાવી

હિન્દ ન્યુઝ, કચ્છ   જીવન અને મૃત્યુ વચ્ચે જંગ ખેલાતો હોય ત્યારે દરેક સેકન્ડ અમૂલ્ય બની જાય છે. જ્યારે પરિવાર પર આફત આવી પડે અને દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોય, ત્યારે દૂરથી સંભળાતી ૧૦૮ એમ્બ્યુલન્સની સાયરન નવજીવનની આશા બનીને આવે છે. કચ્છના રણથી લઈને દરિયાકાંઠા સુધી અને શહેરથી લઈને છેવાડાના ગામડા સુધી, ગુજરાત સરકારની ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ આજે હજારો પરિવારો માટે સંકટ સમયની સંગાથી અને જીવાદોરી બની ગઈ છે.   હાઈવે પર સર્જાયેલો ગમખ્વાર અકસ્માત હોય, અચાનક આવેલો હાર્ટ એટેક હોય કે પછી પ્રસુતાની વેદનાથી તડપતી માતા હોય –…

Read More

ભરૂચ જિલ્લા ખાતે સેવા સેતુ કાર્યક્રમ તેમજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચમાં સેવાસેતુ કાર્યક્રમ શહેરી ૨.૦નું આયોજન કરાયું ભરૂચ નગરપાલિકા દ્વારા અંબેમાતા વિદ્યાલય ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાલિયાની શારદા મંદિર હાઈસ્કૂલ ડહેલી ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ભરૂચની ભારતી વિદ્યા મંદિર શાળા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા આપત્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો આપત્તિના સમયે સુરક્ષિત સ્થળે પહોંચવું સહિત વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અંગે માર્ગદર્શન અપાયું

Read More

વિશ્વ દ્રષ્ટિ દિવસ; રાજ્યમાં 40 વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકોની આંખોની તપાસ માટે વિશેષ ત્રિ-સ્તરીય કોમ્યુનિટી આઈ સ્ક્રિનિંગ કાર્યક્રમ હાથ ધરાયો

હિન્દ ન્યુઝ, અમદાવાદ    અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલ ખાતે 27મા વિશ્વ દ્રષ્ટિ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ; ગુજરાતમાં અંધત્વનો દર હાલના 0.25 ટકાથી ઘટાડીને વર્ષ-2030 સુધીમાં 0.20 ટકા કરવાનો રાજ્ય સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે. વય વધવાની સાથે મોતિયા, ગ્લુકોમા સહિતની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા 40 વર્ષથી વધુ વયના નાગરિકોની સમયસર આંખોની તપાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે; ત્રિ-સ્તરીય સ્ક્રિનિંગના માધ્યમથી ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં નાગરિકોની આંખોની તપાસ કરી દ્રષ્ટિની ખામીનું વહેલું નિદાન કરવામાં આવશે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન હેઠળ મોતિયાના નિર્ધારિત લક્ષ્યાંકોની…

Read More

ખેલ મહાકુંભ 2026

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે વડોદરા ખાતે ‘ખેલ મહાકુંભ 2026’નો શુભારંભ સમારોહ યોજાશે આગામી તા. 21 જાન્યુઆરી, 2027 સુધી રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે; દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ 21 કેટેગરીમાં 25 જેટલી રમતોનું આયોજન 39 જેટલી રમતોમાં રેકોર્ડબ્રેક 76 લાખથી વધુ ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન; ખેલ મહાકુંભમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ વિવિધ વયજૂથના નાગરિકો ભાગ લઈ શકે છે. ખેલ મહાકુંભ માત્ર સ્પર્ધા પૂરતો કાર્યક્રમ નથી, પરંતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છુપાયેલી રમત પ્રતિભાને શોધી તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે…

Read More

દિવાળી પહેલાં સુરતને મળશે વધુ એક બ્રિજની ભેટ: યોગીચોક, પુણા અને મોટા વરાછા વચ્ચેની કનેક્ટિવિટી બનશે વધુ સરળ અને સુગમ

હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં માળખાગત સુવિધાઓના વિકાસ અને નાગરિકોની સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ વિકાસયાત્રાના ભાગરૂપે સુરત શહેરના માર્ગ પરિવહનને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવવાના હેતુથી કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધિન નવા બ્રિજનું આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. દિવાળી પહેલાં આ બ્રિજનું કામ પૂર્ણ કરી તેને નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવાના હેતુથી મંત્રીએ અધિકારીઓ સાથે કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. બ્રિજનું બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ થાય, વિવિધ વિભાગો વચ્ચે…

Read More