હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અભિયાન હેઠળ પેટલાદ ખાતે અંદાજિત રૂપિયા ૯.૩૫ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક નવીન બસ સ્ટેશન અને ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના દરેક વિસ્તારમાં જનસુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. મંત્રી કમલેશભાઈ પટેલે કહ્યું હતું કે, બસ સ્ટેન્ડ પણ એરપોર્ટ જેવા સુવિધાજનક હોવા જોઈએ તેવા પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકારે ગુજરાતમાં ‘બસ પોર્ટ’ની સંકલ્પના અમલી…
Read MoreDay: October 17, 2026
સુરત નવી સિવિલ ખાતે ‘વિશ્વ એનેસ્થેસિયા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે એનેસ્થેસિયોલોજી વિભાગ દ્વારા તા.૧૬ ઓક્ટોબર- ‘વિશ્વ એનેશ્થેસિયા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. તબીબી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એનેસ્થેસિયા વિભાગના વડા ડૉ.નીતા કવિશ્વરના દ્વારા યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દર્દીની સારવારમાં એનેસ્થેસિયોલોજિસ્ટની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. ‘વિશ્વ એનેસ્થેસિયા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સવારે જનજાગૃતિ અને પ્રાયોગિક તાલીમ આપતો ‘પંચરક્ષક–પાંચ જીવનરક્ષક કૌશલ્યો’ યોજાયો હતો. જેમાં છાતી પર દબાણ આપીને અપાતી CPR પદ્ધતિ, પગ ઊંચા કરીને લોહીનો પ્રવાહ હૃદય તરફ ધકેલવાની યોગ્ય રીત, અકસ્માત કે વાઇ(મૂર્છા) આવે તેવા…
Read Moreकेंद्रीय मंत्री हरदीप सिंह पुरी ने एसआरसीसी के शताब्दी सम्मेलन ‘विकसित भारत की राह’ के समापन सत्र को संबोधित किया
હિન્દ ન્યુઝ, दिल्ली केंद्रीय पेट्रोलियम एवं प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी ने आज नई दिल्ली स्थित इंडिया हैबिटेट सेंटर के स्टाइन ऑडिटोरियम में आयोजित दो दिवसीय राष्ट्रीय सम्मेलन ‘विकसित भारत की राह: शताब्दी सम्मेलन’ के समापन सत्र को संबोधित किया। इस सम्मेलन का आयोजन दिल्ली विश्वविद्यालय के श्रीराम कॉलेज ऑफ कॉमर्स (एसआरसीसी) ने किया था। प्रमुख शिक्षकों, आर्थिक विशेषज्ञों, नीति निर्माताओं और छात्रों को संबोधित करते हुए हरदीप सिंह पुरी ने भारत की विकास यात्रा में निरंतरता और बदलाव के बीच महत्वपूर्ण संबंध पर विचार व्यक्त किए।…
Read Moreજૂનાગઢ જિલ્લાના માંગરોળના નગીચાણા ગામેથી અંદાજે કુલ રૂ. ૧.૦૮ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિર- પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળના નગીચાણા ગામેથી અંદાજે કુલ રૂ. ૧.૦૮ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિર- પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. જેમાં માંગરોળ તાલુકાના નગીચાણા અને આજક તથા કેશોદ તાલુકાના અજાબ નો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મિત આ આયુષ્માન આરોગ્ય મંદિરોથી સ્થાનિક ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સુલભ અને સરળતાથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. આ આરોગ્ય કેન્દ્રો ખાતે સામાન્ય બીમારીઓની સારવાર ઉપરાંત સગર્ભાવસ્થા અને…
Read More