હિન્દ ન્યુઝ, વાવ-થરાદ વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના કારેલા ગામે બે બાળકો હોમવર્ક ન કર્યું હોવાથી શિક્ષક ઠપકો આપશે તેવા ડરથી શાળાએ ગયાં નહોતાં. બંને બાળકો જંગલ વિસ્તારમાં જઈને સંતાઈ ગયાં હતાં. બાળકો જંગલ વિસ્તારમાં સંતાઈ ગયાની જાણ થતાં પોલીસ દ્વારા તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારબાદ ડ્રોનની મદદથી જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમોએ ટેક્નોલોજીની મદદથી શોધખોળ કરી બંને બાળકોને શોધી કાઢ્યાં હતાં બાળકોના માતા પિતાએ પીઆઇ એચ એલ જોશી તથા પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર : રાજેશ વ્યાસ, વાવ-થરાદ
Read MoreDay: October 16, 2026
ડાંગ જિલ્લાની RBSK ટીમની પ્રશંસનીય કામગીરી: સાપુતારા એકલવ્ય શાળાના ૧૯ વર્ષીય વિદ્યાર્થીની હૃદયની જટિલ સર્જરી સફળ રહી
હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત કાર્યરત ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) ડાંગ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં બાળકો અને યુવાનો માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં ડાંગ જિલ્લાની RBSK ટીમે ૧૯ વર્ષીય આદિવાસી યુવકના હૃદયની ગંભીર બીમારીનું સમયસર નિદાન કરાવી સફળ શસ્ત્રક્રિયા કરાવી નવજીવન બક્ષ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર, ડાંગ જિલ્લાની સાપુતારા સ્થિત ‘પીએમ-શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ’માં અભ્યાસ કરતા ૧૯ વર્ષીય વિદ્યાર્થી શ્રી શંકર અમૃત ચૌહાણનું RBSK ટીમ દ્વારા નિયમિત આરોગ્ય તપાસણી દરમિયાન પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ લક્ષણો જણાતાં વધુ…
Read Moreજિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ્ય સુવિધાઓની સમીક્ષા માટે ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુરની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામની મુલાકાત લઈ પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો, ગ્રામ પંચાયતો અને સરકારી સસ્તા અનાજની દુકાનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક શાળાઓની મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની હાજરી અને શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ, વજન-ઊંચાઈ, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. આયુષ્માન આરોગ્ય મંદિરોમાં સગર્ભા મહિલાઓ, હાઈ-રિસ્ક કેસો, લેબોરેટરીની સુવિધાઓ અને દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય…
Read Moreસુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગરબાની રમઝટ સાથે સ્વદેશી મેળામાં યુવાનો અને નાગરિકોમાં કાનૂની જાગૃતિનો સંદેશ ફેલાવાયો
હિન્દ ન્યુઝ, સુરત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા નાગરિકોમાં કાનૂની જાગૃતિ ફેલાવવા અને મફત કાનૂની સહાય યોજનાનો પ્રચાર-પ્રસાર કરવા માટે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વદેશી મેળા અને ફૂડ ફેસ્ટિવલમાં સ્ટોલ નંબર-૧૪ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા.૧૫ ઓક્ટોબરના રોજ પેરા લીગલ વોલન્ટિયર (PLV) તથા સામાજિક અગ્રણી દીપક જયસ્વાલ અને પેનલ…
Read Moreદાહોદની દોલતગંજ કન્યા શાળામાં ૧૦૮ અને આરોગ્ય વિભાગ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ સ્થિત દોલતગંજ કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ૧૦૮ કટોકટી સેવા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન આપત્તિના સમયે સ્વ-બચાવ, પ્રાથમિક સારવાર (First Aid) અને કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક લેવાના થતાં પગલાં અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર શ્રી પી. કે. કપાસિયા (પૂર શાખા) તેમજ દાહોદના નાયબ…
Read Moreડાંગ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટે ડાયેટ-વઘઈ ખાતે ‘ગુણવત્તા સુધારણા અને વહીવટી માર્ગદર્શન કાર્ય શિબિર’ યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટે તા. ૧૫ ઓક્ટોબરના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), વઘઈ ખાતે ‘ગુણવત્તા સુધારણા અને વહીવટી માર્ગદર્શન કાર્ય શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં રાજ્ય સરકારે સરહદી અને છેવાડાના વિસ્તારોની શાળાઓમાં ભૌતિક સુવિધાઓ તેમજ શૈક્ષણિક સવલતોનો વ્યાપ મોટા પાયે વધાર્યો છે. આ તમામ સંસાધનોનો સીધો લાભ બાળકોને મળે અને તેમના શૈક્ષણિક સ્તરમાં ગુણાત્મક સુધારો થાય…
Read Moreશ્રમિક અન્નપૂર્ણા યોજનાનો જૂનાગઢમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ શુભારંભ કરવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ શ્રમિકો અને તેમના પરિવારજનોને માત્ર રૂ. ૫ના ટોકન દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો જૂનાગઢમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ શુભારંભ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરના કાળવા ચોક ખાતે બોમ્બે હોટલ પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શરૂ થયેલા આ કેન્દ્ર પરથી બાંધકામ શ્રમિકોને સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન ગરમાગરમ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ નવા કેન્દ્રો પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭માં શરૂ થયેલી આ…
Read Moreप्रयोगशाला से व्यावहारिक धरातल तक, विचार से वास्तविक परिणाम व सामाजिक प्रभाव तक: केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने उद्योग जगत से भारत की प्रौद्योगिकी यात्रा में सह-निर्माता बनने का आग्रह किया
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय विज्ञान एवं प्रौद्योगिकी एवं पृथ्वी विज्ञान राज्य मंत्री (स्वतंत्र प्रभार) और प्रधानमंत्री कार्यालय, कार्मिक, लोक शिकायत, पेंशन, परमाणु ऊर्जा एवं अंतरिक्ष राज्य मंत्री डॉ. जितेंद्र सिंह ने आज उद्योग जगत से भारत की प्रौद्योगिकी यात्रा में सह-निर्माता बनने का आग्रह किया। उन्होंने कहा कि उद्योग जगत को अनुसंधानकर्ताओं के साथ मिलकर परियोजनाओं की परिकल्पना से लेकर उनके विकास, व्यापक-स्तर पर विस्तार और व्यावसायीकरण तक काम करना चाहिए। नई दिल्ली के भारत मंडपम में आयोजित ‘आईआईटीके समन्वय 2026’ के तीसरे संस्करण को संबोधित करते हुए…
Read Moreમુખ્યમંત્રી નાં હસ્તે રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા 101 કેન્દ્રોનું ઈ-લોકાર્પણ
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા 101 કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના અન્નપૂર્ણા કેન્દ્ર ખાતે શ્રમિકોને ભોજન પીરસીને સેવાદાનમાં સહભાગી થવાની સાથે તેમની સાથે સહજ સંવાદ પણ કર્યો. રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં કુલ 394 કેન્દ્રો પરથી શ્રમિકોને મળશે પૌષ્ટિક ભોજનનો લાભ; વિવિધ જિલ્લાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરાયું. વ્યક્તિ દીઠ માત્ર રૂપિયા 5ના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં દરરોજ અંદાજે 45 હજાર…
Read Moreદાહોદ જિલ્લાના ઢઢેલા ખાતે રૂ. ૬.૭૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ખાતે આરોગ્ય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી અંદાજિત રૂ. ૬ કરોડ ૭૭ લાખના ખર્ચે નિર્માણ થનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના મકાનનું આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ગમાબેન મોહનિયા અને સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણથી લીમખેડા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. સ્થાનિક કક્ષાએ સારવારની સુવિધાઓમાં વધારો થવાથી લોકોને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહેશે તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓના વિસ્તરણને વેગ મળશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય માળખાને મજબૂત બનાવવા હાથ…
Read More