મહુવા તાલુકાના કોસ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે રૂ.૩૬.૧૪ ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત

        ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વહેવલ અંતર્ગત આવતા કોસ ગામે રૂ.૩૬.૧૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર ‘આયુષ્માન આરોગ્ય મંદિર- કોસ-૧’ નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું હતું.

           આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે, નવા આરોગ્ય મંદિર થકી ગ્રામજનો માટે આરોગ્ય સેવાની નવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ વધુ સુસજ્જ અને પ્રભાવશાળી બનશે. ગ્રામજનોની આરોગ્યની કાળજી માટે તેમજ આરોગ્ય સંસાધનોના વ્યાપ વધારવા માટે આરોગ્ય તંત્ર અને રાજ્ય સરકાર કાર્યરત છે. 

             આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ શ્રીમતી શીલા બેન, તા.પં. ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી રમીલાબેન, તા. પંચાયતના સભ્યો, સરપંચ, ગામ આગેવાનો તથા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment