કેન્દ્રીય વિદ્યાલય- ONGCમાં દાદા-દાદી દિવસની ઉત્સાહભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત      કેન્દ્રીય વિદ્યાલય-ONGC સુરત ખાતે દાદા-દાદી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ ONGCના શ્રીમતી તનુજા બલોદીએ જણાવ્યું કે, બાળકોએ તેમના ઘરના વડીલો સાથે પ્રેમથી સંવાદ, વાતો કરવી જોઈએ, તેમને સમય આપવો જોઈએ. દાદા-દાદી પાસેથી જીવન જીવવાનું ઉમદા ભાથું મળે છે. તેમની શીખને હંમેશા જીવનમાં ઉતારવી જોઈએ.             શાળાના આચાર્ય રાજેશ કુમારે મહેમાનોને લીલાછમ રોપા આપીને આવકારી જણાવ્યું કે, વડીલો આપણા ઘરનું ગૌરવ છે. તેમની છાયામાં રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. વડીલોની સલાહ, અનુભવમાંથી પ્રેરણા લઈને આપણે સમસ્યાઓને…

Read More

સાબરકાંઠાના ખેડબ્રહ્મા,પોશીના અને વિજયનગર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્રારા વસ્ત્ર અને મહા પ્રસાદનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા   સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના ખાતે સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો અને પ્રસાદ રૂપે ચીક્કી અને લાડુ પ્રસાદ સાથે, વડીલ ભાઈઓને પેન્ટ અને શર્ટ પીસ, બહેનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર વતી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી જિલ્લામાં સોમનાથના વસ્ત્ર અને મહા પ્રસાદનું વિતરણ થકી સોમનાથ દાદાના આશીર્વાદ પહોંચાડ્યા હતા.  પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે સેવા થકી માનવતાની અનોખી પૂજા પણ કરી રહ્યું છે.માસિક શિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયેલ હતો. પ્રત્યેક માસમાં રાજ્યમાં…

Read More

મહુવા તાલુકાના કોસ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે રૂ.૩૬.૧૪ ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત         ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વહેવલ અંતર્ગત આવતા કોસ ગામે રૂ.૩૬.૧૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર ‘આયુષ્માન આરોગ્ય મંદિર- કોસ-૧’ નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું હતું.            આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે, નવા આરોગ્ય મંદિર થકી ગ્રામજનો માટે આરોગ્ય સેવાની નવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ વધુ સુસજ્જ અને પ્રભાવશાળી બનશે. ગ્રામજનોની આરોગ્યની કાળજી માટે તેમજ આરોગ્ય સંસાધનોના વ્યાપ વધારવા માટે આરોગ્ય તંત્ર અને રાજ્ય સરકાર કાર્યરત છે.               આ પ્રસંગે…

Read More

PC & PNDT એકટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત       ગર્ભસ્થશિશુના જાતિ પરીક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સંતુલન જળવાય રહે તે હેતુથી સરકાર દ્વારા PC & PNDT એકટ-૧૯૯૪ અમલમાં છે, જે અન્‍વયે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા એડવાઇઝરી કમિટિની બેઠક ડો.વીણાબેન દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. બેઠકમાં ૧૪ અરજીઓને બહાલી આપવામાં આવી હતી. PC & PNDT એકટ હેઠળ જમા થતી રજિસ્‍ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી.          આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ, નવી સિવિલના બાળરોગ વિભાગના વડા અને પ્રોફેસર ડો.જિગીષા પાટડીયા, નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના હેડ…

Read More

કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘ભારત ટેક્સ-૨૦૨૫’ અંતર્ગત રોડ શો યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત         કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે ‘ભારત ટેક્સ-૨૦૨૫’ માટે રોડ શો યોજાયો હતો.       ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમના સહયોગથી અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તા.૧૪ થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો યોજાશે, જેમાં એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઈબર, યાર્ન, થ્રેડસ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્કનું પ્રદર્શન થશે, તેમજ ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર & માર્ટ ખાતે ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન એપેરલ, ટેક્ષ્ટાઈલ મશીનરી, કેમિકલ્સ…

Read More

અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને તે પ્રકારે વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, રાજકોટ     જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટના નઝરાણા સમાન અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે સાધન-સુવિધાઓ અને જળ સ્ત્રોતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં. રાજકોટના પર્યટન સ્થળ સમા સ્માર્ટ સિટીના ભાગ એવા અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.    સાથોસાથ રૈયા વિસ્તારના ગંદા પાણીને ટ્રીટેડ વોટર પ્લાન્ટ દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરી આ પાણી અટલ સરોવરના બગીચામાં ફૂલ- ઝાડને આપવામાં આવે છે, જે અંગેની વિગતો ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડ્યા, નાયબ…

Read More

 “મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી” દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની મહિલાઓને હિંસા વિરુધ્ધ જુદા જુદા કાયદાઓ અને યોજનાકીય માહિતી મળે તે માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ        “મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી” દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની મહિલાઓને હિંસા વિરુધ્ધ જુદા જુદા કાયદાઓ અને યોજનાકીય માહિતી મળે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટના મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમે પડધરી તાલુકાની શ્રીમતી એમ.જે. માલાણી કોલેજની વિદ્યાર્થિનીઓને મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી આપી હતી. આ કાર્યક્રમ અન્વયે ટીમે વિદ્યાર્થીનીઓને ઘરેલુ હિંસા અધિનિયમ, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, અનૈતિક દેહ વ્યાપાર, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, ‘શી’ ટીમની કામગીરી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન,…

Read More

રાજકોટ જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ રાજકોટ     મહિલા અને બાળ વિકાસ કચેરી, રાજકોટ દ્વારા હાલ સમગ્ર રાજકોટ જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે ઘરેલુ હિંસા, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના અને મહિલા સ્વાવલંબન યોજના અંગે વિસ્તૃત માહિતી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિલક્ષી કાર્યક્રમમાં મહિલાઓને યોજનાઓનો લાભ કેવી રીતે મળી શકે તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ મહિલાઓને સ્વરોજગારી માટે જરૂરી ફોર્મ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું…

Read More

રાજકોટમાં પેલેસ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ગોલ્ડન પેલેસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ મનુભાઈ જ્વેલર્સમાં તપાસ અને સીઝરની કાર્યવાહી

હિન્દ ન્યુઝ, રાજકોટ       ભારતીય માનક બ્યૂરોની રાજકોટ શાખા દ્વારા રાજકોટમાં પેલેસ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ગોલ્ડન પેલેસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મનુભાઈ જ્વેલર્સમાં તપાસ અને સીઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.        બ્યૂરોની રાજકોટ શાખા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ, બી.આઈ.એસ.ની ટીમની તપાસમાં જ્વેલર્સની આ શાખામાં ૨૭મી નવેમ્બરે હોલમાર્ક વિના સોનું વેચાતું હોવાનું ધ્યાને આવ્યું હતું, જેનાથી હોલમાર્ક સાથે સોનાના દાગીના-સોનું વેચવા અંગેના ૨૦૨૦ના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરનો ભંગ થતો હોવાથી હોલમાર્ક વિનાના સોનાને સીઝ કરવાની કાર્યવાહી કરાઈ હતી. બ્યૂરો દ્વારા હોલમાર્ક વિના વેચાણ માટે ડિસ્પ્લેમાં…

Read More

ગ્રાહકોએ ખરીદી પહેલાં હોલમાર્કની સત્યતાની ખરાઈ કરવી

હિન્દ ન્યુઝ, રાજકોટ       હોલમાર્ક વિના કે નકલી હોલમાર્કવાળા સોના કે સોનાના દાગીનાનું મોટો નફો રળવા માટે વેચાણ કરાતું હોય છે. આથી ગ્રાહકોએ ખરીદી પહેલાં હોલમાર્કની સત્યતાની ખરાઈ કરવી જોઈએ. આ માટે bis.gov.in અથવા તો બી.આઈ.એસ.ની એપની મદદ પણ લઈ શકાય છે. દરેક હોલમાર્કમાં એક યૂનિક HUID હોય છે. જેના આધારે હોલમાર્કની સત્યતાની ચકાસણી થઈ શકે છે.       જો કોઈ ઉત્પાદન પર હોલમાર્ક કે આઈ.એસ.આઈ. માર્કાના દુરુપયોગના કિસ્સા ગ્રાહકોના ધ્યાને આવે તો, સાયન્ટિસ્ટ ઈ અને હેડ, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, એફ.પી. નં.૩૬૪ય/પી, વોર્ડ નં.૧૩, કાલાવડ રોડ,…

Read More