હિન્દ ન્યુઝ, અમદાવાદ 🔸કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના હસ્તે અમદાવાદ ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરાયું ▪️રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રોત્સાહક ઉપસ્થિતિ ▪️અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે શરૂ કરાયેલા પ્લાન્ટમાં દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાના નિકાલ થકી કલાકની ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરાશે. 🔸વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના લીધે શહેરમાંથી રોજેરોજ ઉત્પન્ન થતા હજારો મેટ્રિક ટન ઘન કચરાના નિકાલ થકી ઊર્જા ઉત્પાદન અને શહેરની સ્વચ્છતા વધવાનો બેવડો ફાયદો થશે.
Read MoreDay: November 1, 2024
તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા
હિન્દ ન્યુઝ, તાપી લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓક્ટોબરના રોજ દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓ,બોર્ડ,નિગમોમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. આગામી તા.૩૧/૧૦/૨૦૨૪ના રોજ જાહેર રજા હોઇ રાજ્ય સરકાર દ્વારા તા.૩૦/૧૦/૨૦૨૪ના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવા જણાવાયું હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ સેવાસદન કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા “રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે તાપી…
Read Moreએસ.ટી. ની ૧૩૫૯ બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો સુરતના ૮૬,૫૯૯ મુસાફરોએ લાભ લીધો
હિન્દ ન્યુઝ, સુરત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સુરતમાં નોકરી વ્યવસાય કરનારા નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે સુરત એસ. ટી.વિભાગ દ્વારા દિવાળી સ્પેશિયલ ૧૩૫૯ એક્સ્ટ્રા બસોની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી સુરત એસ.ટી. વિભાગને રૂ.૨,૫૬,૭૩,૨૯૫ ની બમ્પર આવક થઈ હતી. ૫,૧૬,૯૯૩ કિમીની ૧૩૫૯ એક્સ્ટ્રા ટ્રીપોનો સુરતના ૮૬,૫૯૯…
Read More