જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત દ્વારા અનુદાનિત શાળાઓના ૩૦ કર્મચારીઓને બઢતી અપાઈ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત દ્વારા અનુદાનિત શાળાઓના ૩૦ કર્મચારીઓને બઢતી અપાઈ . જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત હસ્તકની અનુદાનિત શાળાઓમાં ફરજ બજાવતા કુલ ૨૦ કર્મચારીઓને પટાવાળામાંથી જુનિયર ક્લાર્ક તરીકે બઢતી અને ૦૭ કર્મચારીઓને જુનિયર ક્લાર્કમાથી સિનિયર ક્લાર્ક તરીકેની બઢતી તથા ૦૩ કર્મચારીઓને સિનિયર ક્લાર્કમાથી હેડ ક્લાર્ક તરીકેની બઢતી અંગેની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.ભગીરથસિંહ એસ.પરમાર અને તેમની ટીમ દ્વારા ત્વરિત પૂરી કરવામાં આવી. તમામ બઢતી પામેલા કર્મચારીઓને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના હસ્તે ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પહેલ કરી આગામી તા.૧ જાન્યુઆરીનો ઈજાફાનો લાભ સદર કર્મચારીઓને મળી રહે એ માટે…

Read More

ગાંધીનગરના મુખ્ય બસ મથકની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. મુખ્યમંત્રીએ બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યું તેમજ કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી, બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત કરીને તેમને મળતી સુવિધાઓની વિગતો પણ મેળવી.

Read More

નેશનલ હાઇવે ૧૫૧-એ ની જમીન સંપાદન તથા આનુસંગીક કામગીરી માટે ઓપન ઇન્ટરવ્યુ યોજાશે

હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર તા.30 ડિસેમ્બર, સક્ષમ અધિકારી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઇવે ૧૫૧-એ ના કામે જમીન સંપાદન તથા આનુસંગીક કામગીરી માટે નિવૃત મામલતદાર અથવા નિવૃત નાયબ મામલતદાર અથવા સમકક્ષ એક જગ્યા તેમજ નિવૃત તલાટી / નિવૃત સર્કલ ઇન્સ્પેક્ટર અથવા સમકક્ષ (એક જગ્યા) માટે લાયકાત ઘરાવતા અને ઇચ્છુક ઉમેદવારોને ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે. સદરહુ જગ્યા અન્વયે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૭/૦૧/૨૦૨૫ સુધીમાં જરૂરી વિગતો સાથે રૂબરૂ કચેરીની મુલાકાત લેવાની રહેશે.અને હાજર રહેતા પહેલા અરજી…

Read More

તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામોની યાદી પ્રસિધ્ધ

હિન્દ ન્યુઝ, ભાવનગર              ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.મુ.તળાજાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીના પરિણામની જાહેરાત ચૂંટણી અધિકારી અને મામલતદાર-તળાજાએ તા.૩૦/૧૧/૨૦૨૪થી બિનહરીફ ચૂંટણીના પરિણામની જાહેરાત નિયમ- ૩૧ અન્વયે નમૂનો-૭માં પરિણામની જાહેર પ્રસિધ્ધિ કરતાં ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૬૮ અન્વયે તળાજાના નાયબ કલેકટર, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને ચૂંટણી સત્તાધિકારી જે.આર.સોલંકીએ નીચે જણાવેલ સર્વે ચૂંટાયેલ સભ્યો તરીકેના નામોની યાદી પ્રસિદ્ધ કરી છે. બિનહરીફ ઉમેદવારનું નામ (1) બાબુભાઈ ભગવાનભાઈ ધાંધલા મુ.દિહોર, તા.તળાજા, મતદાર વિભાગ નંબર-1 (2) મહાવીરસિંહ ગંભીરસિહ ગોહિલ મુ.અલંગ, તા.તળાજા,મતદાર…

Read More

માહિતી-પ્રસારણ વિભાગ દ્વરા સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા-રાજ્યના કુલ ૧,૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી

“ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા”- હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતમાં પ્રેસ-મીડિયાને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે. શિયાળો,, ઉનાળો હોય કે પછી ચોમાસું, પત્રકારો હરહંમેશ સમાચરો માટે દોડતા રહેતા હોય છે. દેશમાં લોકશાહીને જાળવી રાખવા માટે તટસ્થ -સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચાડવાનું નેક કામ પત્રકારો કરે છે. એક સ્વસ્થ અને તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ કરે છે ત્યારે તેમની સ્વાસ્થ્ય મહત્તા સમજીને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મીડિયા સંકલનની સાથે સાથે પત્રકારોને પૂરતું મહત્વ અને પત્રકારોને વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર…

Read More

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા                  સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર ખેતીમાં હરિત ક્રાંતિ લાવવા નદીઓ અને તળાવો ઊંડા કરીને પાણીના સંગ્રહ મજબૂત થાય અને પાણીનો સંગ્રહ તળાવોમાં થાય ને તળાવ ઊંડા કરીને ફરતી પ્રોટેક્શન દીવાલ બનાવીને પાણીના તળ ને જમીનમાં જાય તેવા અભિગમ ને સાર્થક કરવા ખેડૂતો માટે સતત ચિંતિત એવા ધારાસભ્ય મહેશ કસવાળાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી થી લઈને મંત્રીઓ અને સચિવ કક્ષાએથી 303 લાખની સૈધાંતિક મંજૂરી મેળવી ને ખેતી સમૃદ્ધ કરવાના અભિગમને સાર્થક કરવાની પહેલ ધારાસભ્ય કસવાળાએ કરી હતી.        …

Read More

જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ, કાયદો અને વ્યવસ્થા, કોસ્ટલ સિક્યોરિટી અંગે બેઠક યોજાઈ હતી. રોડ સેફટી કાઉન્સીલની બેઠકમાં કલેક્ટરએ વિવિધ રોડ એન્જિનિયરિંગ, ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા લેવાના થતા મહત્વના પગલાઓ તેમજ બ્લેકસ્પોટ, નમસ્તેથી લઈ સોમનાથ બાયપાસ રોડ પર લાઈટ વગેરે વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે રોડ સેફ્ટી સંલગ્ન કામગીરી સમીક્ષા કરી હતી તેમજ બ્લેક સ્પોટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલાં, માર્ગ અકસ્માતનાં…

Read More

કેન્દ્ર સરકાર દ્વારા પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. સુદ્રઢ આરોગ્ય સેવા આપતા ઉના તાલુકાના પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન, કૌશલ્ય, ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા હેલ્થ…

Read More

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સ્નેહમિલન સમારોહ સાથે અનેકવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવેલ 

હિન્દ ન્યુઝ, સુરત            શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ગત રવિવાર ના રોજ મોટા વરાછા ખાતે આવેલ ફાર્મ માં સુરત માં વસતા વઘાસીયા પરિવાર નું સ્નેહમિલન નું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર સુરત ના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા એ જણાવેલ કે સમાજ ને નુકશાનકર્તા જૂની રૂઢિગત પરંપરાઓ તોડી ને, કુરિવાજો છોડી ને અને અંધશ્રદ્ધા ત્યાગી ને છેલ્લા ઘણા વર્ષો થી શ્રી વઘાસીયા પરીવાર નોલેજ ના માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે નવી પેઢી માં નવા વિચારો નું સિંચન કરવા, નવા…

Read More

વરુ વસ્તી ગણતરી-૨૦૨૩ મુજબ રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરુ ; સૌથી વધુ ૮૦ વરુ ભાવનગર જિલ્લામાં નોંધાયા

હિન્દ ન્યુઝ, અમદાવાદ     ‘ગીર’ ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ હાલ રાજ્યના ૧૩ જિલ્લામાં કુલ ૨,૨૧૭.૬૬ ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા રીમોટ સેન્સીંગ અને જીઆઈએસ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશાપોથી (એટલાસ) તૈયાર કરાઈ; જે વરુના મુખ્ય નિવાસસ્થાનો અને તેને જોડતા મહત્વપૂર્ણ કોરિડોરને ઓળખવામાં મદદરૂપ

Read More