હિન્દ ન્યુઝ, ધ્રોલ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીએ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડુતો સાથે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં ૧૬૦થી વધુ કેન્દ્રો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજ ના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના…
Read MoreDay: December 14, 2024
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ…
Read Moreરોજગારવાંચ્છુઓ માટે રોજગારી મેળવવાની ઉમદા તક
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૭મી ડિસેમ્બર,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, બહુમાળી ભવન ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ(કંપની)માં આઇ.ટી.આઇ. (ઈલેક્ટ્રિશિયન, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) ૧૨ પાસ તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટેલિકોલર, સેલ્સ ઓફિસર, સુપરવાઈઝર, સેલ્સ ટ્રઈની, ઓફિસ બોય, કોમ્પ્યુટર ઓપરેટર વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત…
Read Moreભાવનગરમાં તા. ૧૫ ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય રમત- ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે તેમજ ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરતભાઇ બારડના અતિથિ વિશેષ પદે ભાવનગર ખાતે તા.૧૫ મી ડિસેમ્બર-૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ, સરદારનગર ખાતે ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.૧૪૯.૮૩ કરોડના કુલ-૧૧ કામોનો ખાતમુહૂર્ત અને રૂ. ૨ કરોડના ૧ કામનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ જીતુભાઇ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, કિશોરભાઇ ગુરૂમુખાણી, શ્રીમતી…
Read Moreરાજકોટ નજીક જશવંતપુર ખાતે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામ ખાતે ૧૦ એકરમાં ઉમિયાધામ મંદિરના ખાતમૂહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ સંસ્કારોથી થતી હોય છે. સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક કાર્યોમાં જો આધ્યાત્મિક શક્તિ ભળે તો સમાજમાં દૂષણ આવતું અટકે છે. શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણ માટે આધ્યાત્મિક ચેતના જરૂરી છે. આ દિશામાં રાજ્ય સરકાર તેમજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા “સેવ કલ્ચર” ઝુંબેશ હાથ ધરી વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
Read Moreરાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ
હિન્દ ન્યુઝ, રાજકોટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ૧૨ માળની આ હોસ્પિટલમાં ૨૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. જેમાં ગેસ્ટ્રોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પલ્મોનોલોજી વિભાગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર કિફાયતી દરે પુરી પાડવામાં આવશે. ભવિષ્યમાં આ હોસ્પિટલ ખાતેથી કિડની, લીવર, હૃદય, ફેફસાં, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ માટે ૧૨ એડવાન્સ પ્રકારના અત્યાધુનિક ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ કે જેમાં, રોબોટીકસ સર્જરીની સુવિધા અને સારવાર રાહત દરે પુરી પાડવામાં આવશે.…
Read Moreરાજકોટ ખાતેથી રૂ. ૭૯૩.૪૫ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, રાજકોટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ – ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુખાકારીને ધ્યાને રાખી વિકસિત ગુજરાત વિઝનમાં સુદ્રઢ શહેરી વિકાસનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે – વડાપ્રધાનની “ગુડ ગવર્નન્સ”ની પ્રણાલી સર્વગ્રાહી વિકાસથી આગળ ધપાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે – વર્ષ ૨૦૦૨-૦૩માં રાજ્યનું શહેરી વિકાસ બજેટ રૂ. ૭૫૦ કરોડ હતું તે આજે રૂ. ૨૧,૬૦૦ કરોડથી વધુનું થયું છે – રાજકોટ શહેરને આઇકોનિક સીટી તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની નેમ રાજકોટ મહાનગરપાલિકાની શહેરી બસ પરિવહન સેવામાં ૨૨ નવી સીએનજી બસ તેમજ ડ્રેનેજ વિભાગના નવા ૭ જેટિંગ મશીન વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું.
Read Moreરાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ – ખાતમુહૂર્ત – લોકાર્પણ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ – ખાતમુહૂર્ત – લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પથારીવશ માવતરોને આપવામાં આવતી સુવિધાઓ તથા અનન્ય સેવા બદલ મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. નિવાસી વડીલોએ મુખ્યમંત્રી સમક્ષ સદભાવના આશ્રમ ખાતે પારિવારિક વાતાવરણ અને હૂંફ સાથે તમામ સુવિધાઓ મળતી હોવાનો સંતોષ રાજીપા સાથે વ્યક્ત કર્યો હતો. સંસ્થાના નિવાસી વડીલો પ્રત્યે સંવેદના દાખવતા મુખ્યમંત્રીશ્રી તેઓના રૂમમાં જઈ મળ્યા હતા…
Read More