હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ – ખાતમુહૂર્ત – લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પથારીવશ માવતરોને આપવામાં આવતી સુવિધાઓ તથા અનન્ય સેવા બદલ મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. નિવાસી વડીલોએ મુખ્યમંત્રી સમક્ષ સદભાવના આશ્રમ ખાતે પારિવારિક વાતાવરણ અને હૂંફ સાથે તમામ સુવિધાઓ મળતી હોવાનો સંતોષ રાજીપા સાથે વ્યક્ત કર્યો હતો. સંસ્થાના નિવાસી વડીલો પ્રત્યે સંવેદના દાખવતા મુખ્યમંત્રીશ્રી તેઓના રૂમમાં જઈ મળ્યા હતા ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ અને કાર્યકર્તાઓ સાથે બપોરનું ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યું હતું.
