હિન્દ ન્યુઝ, નવસારી
અગાઉ રાત્રીના સમયે ખેડૂતોને શિયાળામાં થીજવી દેતી ઠંડી અને ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓના ભય વચ્ચે ખેતરમાં પાણી વાળવા જવું પડતું હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. હવે રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓ અને હિંસક પ્રાણીઓનો ભય ખેડૂતો માટે ભૂતકાળ બની ચૂક્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની ‘કિસાન સૂર્યોદય યોજના’ એ ખેડૂતોના જીવનમાં સુરક્ષાનો ઉજાસ પાથર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-2021 થી “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખેડૂતોની માંગને પહોંચી વળવા માટે દિવસ દરમિયાન કૃષિ વીજળી પૂરી પાડવા, દિવસ દરમિયાન કૃષિ વીજળી પૂરી પાડવા અને સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે એક નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેની હેઠળ દિવસ દરમિયાન સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કૃષિ ક્ષેત્રને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. સૌર ઊર્જા/બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન પ્લાન્ટ કાર્યરત થતાં કિસાન સૂર્યોદય યોજનાનો તબક્કાવાર અમલ કરવામાં આવી રહ્યો છે.
નવસારી જિલ્લાના ખેડૂતો પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા કહે છે કે, અગાઉ ખેતીવાડી સિંચાઇ માટે રાત્રે વીજળી મળતી હોવાથી ખેતરમાં પાણી વાળવા જતી વખતે ભારે અસુરક્ષા અનુભવાતી હતી. ભયને કારણે અમારે ફરજિયાત મિત્રોના ટોળા સાથે જ ખેતરે જવું પડતું હતું, જેના કારણે સમયનો પણ ઘણો બગાડ થતો. જો ક્યારેક મિત્રો ભેગા ન થઈ શકે, તો અમે ખેતરે જવાનું ટાળતા હતા. રાત્રે ખેતરમાં પાણી વાળવું અને પાળ બાંધવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું, જેના કારણે ખેડૂતોનો શ્રમ પણ વધી જતો હતો.
કિસાન સૂર્યોદય યોજનાથી હવે ખેડૂત મિત્રોની ટુકડી ખુશ છે તેઓએ જણાવ્યું કે, ખેડૂતોની આ શારીરિક અને માનસિક પીડાને રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે સમજી છે. કિસાન સૂર્યોદય યોજના દ્વારા આ મુશ્કેલીઓનો કાયમી નિકાલ આવ્યો છે. હવે દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થતા ઝેરી જીવજંતુઓ કે હિંસક પ્રાણીઓનો ડર રહ્યો નથી. ખેડૂતો હવે રાત્રિનો સમય પોતાના પરિવાર સાથે શાંતિથી વિતાવી શકે છે. મિત્રોની રાહ જોયા વિના ખેડૂત સ્વતંત્ર રીતે પોતાના ખેતરમાં કામ કરી શકે છે. આ યોજનાના અમલીકરણથી રાત્રિના સમયે ખેતીકામમાં પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવ્યો છે.
નોંધનીય છે કે, આ યોજનાના માધ્યમથી સરકારે ખેડૂતોની સુરક્ષા, કાર્યક્ષમતા અને સામાજિક જીવનની ચિંતા કરી છે. સવારે વીજળી મળતા ખેડૂતોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. આ જ સાચુ સુશાસન છે.
