રાજ્યમંત્રી એક ગિરનાર દરવાજાથી મહાશિવરાત્રીના મેળામાં મહાલતા ભાવિકોની વચ્ચે પગપાળા ચાલીને ભવનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

રાજ્યના નાણાં અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી  કમલેશભાઈ પટેલ આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થયા હતા, રાજ્યમંત્રી એક ગિરનાર દરવાજાથી મહાશિવરાત્રીના મેળામાં મહાલતા ભાવિકોની વચ્ચે પગપાળા ચાલીને ભવનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા.

રાજ્યમંત્રીની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પણ પદયાત્રા કરીને ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રાજ્યમંત્રીએ આ પદયાત્રા દરમિયાન મહાશિવરાત્રીના મેળાને મહાલતા ભાવિકો સાથે વાતચીત કરી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા ઉપરાંત તેમનું અભિવાદન પણ કર્યું હતું.

ઉપરાંત પદયાત્રા દરમિયાન મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે પીવાના પાણીના પરબ મુલાકાત લીધી હતી. અહીં પાણી પીવાની સાથે સ્વયંસેવકોની સેવા ભાવનાને બિરદાવી હતી.

નાણાં રાજ્યમંત્રીએ ભવનાથ ભવનાથ મંદિર ખાતે દર્શન કર્યા પૂર્વે અગ્નિ અખાડા ખાતે ચાલી રહેલા ગાયત્રી યજ્ઞમાં પણ સહભાગી થઈ યજ્ઞમાં આહુતિ આપી હતી. અહીં ભારદ્વાજ ગીરીબાપુ, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, ધવલભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા સહિતના મહાનુભાવો પદયાત્રા કરીને શ્રદ્ધાભાવ સાથે દર્શન કરી ચૂક્યાં છે.

Related posts

Leave a Comment