હિન્દ ન્યુઝ, રાજપીપલા
મહિલા અને બાળ વિકાસ વિભાગ નર્મદા દ્વારા ગરૂડેશ્વર ખાતે નારી સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સંગીતાબેન તડવી, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી હંસાબેન, મહિલા અગેરણી શ્રીમતી શીતલબેન સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પોતાના ઉદબોધનમાં મહિલાઓને નારી શક્તિ, સ્ત્રી સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી, શિક્ષણનું મહત્વ, ગૃહ ઉદ્યોગ અને આત્મનિર્ભરતા વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓને સ્વાવલંબન તરફ આગળ વધવા માટે પ્રેરણા પુરી પાડી હતી.
કાર્યક્રમ દરમિયાન નારી અદાલત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલાઓને આરોગ્ય અને પોષણ બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. સેજા અને આંગણવાડી કેન્દ્રોમાં ઉત્તમ કામગીરી કરનાર વર્કરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી અદાલત રાજપીપળા, Health Department Garudeshwar, Self Help Group Garudeshwar તેમજ શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ અને વિસ્તારની મહિલાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
