હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓમાં માદક પદાર્થોના દૂષણ અંગે જાગૃતિ લાવવા તથા તેના સેવનને અટકાવવાના ઉદ્દેશથી પોલીસ વિભાગના વિશેષ સહયોગથી ‘ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ અને નશામુક્ત સમાજના નિર્માણ માટે યુવા પેઢીને માદક પદાર્થોની કુટેવથી દૂર રાખવાના મુખ્ય હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન તબીબી વિદ્યાર્થીઓને માદક પદાર્થોના સેવનથી શારીરિક, માનસિક અને સામાજિક સ્તરે થતા ગંભીર નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડ્રગ્સના દૂષણને નાથવા માટેના વિવિધ ઉપાયો તેમજ માદક પદાર્થો સંબંધિત વિવિધ કાયદાકીય જોગવાઈઓ, કલમો અને…
Read MoreDay: October 13, 2026
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના બાળ પર્વતારોહક વિહાન ચેતરિયાને ૬૧૧૧ મીટર ઊંચા માઉન્ટ યુનામ શિખર સર કરવા બદલ પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના ૯ વર્ષીય બાળ પર્વતારોહક વિહાન ઉમેદભાઈ ચેતરિયાએ હિમાચલ પ્રદેશના ૬૧૧૧ મીટર ઊંચા માઉન્ટ યુનામ શિખર પર પર્વતારોહણ કરીને વિશ્વમાં ૬૦૦૦ મીટરથી વધુ ઊંચું શિખર સર કરનાર બીજા સૌથી નાની વયના બાળ પર્વતારોહક બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી વિહાનને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવતા પત્રમાં જણાવ્યું હતું કે, નાની ઉંમરે આવી વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ ધ્યેય પ્રત્યેની એકાગ્રતા અને શિસ્ત દાખવી આપે બાળપણની અસીમ ઊર્જા અને વિશિષ્ટ આત્મવિશ્વાસના દર્શન કરાવવાની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન…
Read Moreઆઈ.ટી.આઈ. જામનગર ખાતે પ્રશિક્ષકો માટે પાંચ દિવસીય ‘પેડાગોજી તાલીમ કાર્યક્રમ’ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર સ્થિત સરકારી આઈટીઆઈ ખાતે Dual VET ટીમ અને સરકારી આઈટીઆઈ જામનગરના સહયોગથી આયોજિત પાંચ દિવસીય પેડાગોજી તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ તાલીમના માધ્યમથી આઈટીઆઈના પ્રશિક્ષકોની શિક્ષણ પદ્ધતિને વધુ અસરકારક, વ્યવહારુ અને ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો પ્રેરક પ્રયાસ કરાયો હતો. આ તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર શ્રી યોગેશ આવ્હાડ દ્વારા પ્રશિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ અને વર્ગખંડના અસરકારક સંચાલન અંગે ગહન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, જિજ્ઞાસા આધારિત શિક્ષણ, બ્લૂમ્સ ટેક્સોનોમી, લર્નિંગ આઉટકમ, અસરકારક પ્રતિસાદ અને તાલીમાર્થીઓની સક્રિય…
Read Moreઅમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’માં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. દિવાળીને હજુ 20 દિવસની વાર છે, પરંતુ ભારતની નાગરિકતા મેળવીને આજે આ 158 પરિવારોમાં અત્યારથી જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો છે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
Read Moreદાહોદ જિલ્લામાં સિનિયર સિટીઝન રમત સ્પર્ધા-૨૦૨૬નું આયોજન
હિન્દ ન્યુઝ,દાહોદ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંચાલિત સિનિયર સિટીઝન રમત સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો માટે એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ અને રસ્સાખેંચ જેવી વિવિધ રમતો યોજાશે. સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેઓ શારીરિક અને માનસિક રીતે સક્રિય રહે તેમજ રમતગમત વિભાગની પ્રવૃત્તિઓ સાથે જોડાય તેવા ઉમદા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં…
Read Moreખરોડ પ્રાથમિક શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અને સલામતી અંગે તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદમાં આપત્તિ સમયે જાનમાલનું નુકસાન અટકાવવા અને વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી આજરોજ ખરોડ પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સલામતી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ અધિકારીશ્રી જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર પી. કે. કપાસિયા (પૂર) તથા દાહોદના નાયબ મામલતદાર ચેતનભાઈ ભાભોર (પૂર) ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને આપત્તિના સમયે રાખવાની સાવચેતી, સલામતીના જરૂરી પગલાં, કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવાની રીતો તેમજ આપત્તિ સમયે બચાવ અને સુરક્ષાને લગતી જરૂરી જાણકારી આપવામાં આવી હતી. આ…
Read Moreગામડાંની સમૃદ્ધિની દિશામાં દાહોદની ઐતિહાસિક સિદ્ધિ
હિન્દ ન્યુઝ, દાહોદ આદિવાસી બહુલ દાહોદ જિલ્લાએ કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસલ કરતાં રાષ્ટ્રીય સ્તરે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના અંતર્ગત ‘Improving Irrigation Infrastructure’ (સિંચાઈ માળખાકીય સુવિધાઓમાં સુધારો) કમ્પોનન્ટમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ દાહોદ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં માનનીય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે દાહોદ જિલ્લા ને આ ગૌરવવંતો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દાહોદ જેવા આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લામાં ખેતીના ટકાઉ વિકાસ માટે સિંચાઈ સુવિધાઓનું વિશિષ્ટ…
Read More