હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરના ૯ વર્ષીય બાળ પર્વતારોહક વિહાન ઉમેદભાઈ ચેતરિયાએ હિમાચલ પ્રદેશના ૬૧૧૧ મીટર ઊંચા માઉન્ટ યુનામ શિખર પર પર્વતારોહણ કરીને વિશ્વમાં ૬૦૦૦ મીટરથી વધુ ઊંચું શિખર સર કરનાર બીજા સૌથી નાની વયના બાળ પર્વતારોહક બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી વિહાનને અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવતા પત્રમાં જણાવ્યું હતું કે, નાની ઉંમરે આવી વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ ધ્યેય પ્રત્યેની એકાગ્રતા અને શિસ્ત દાખવી આપે બાળપણની અસીમ ઊર્જા અને વિશિષ્ટ આત્મવિશ્વાસના દર્શન કરાવવાની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ફિટ ઈન્ડિયા” અને “ખેલો ઈન્ડિયા”ના વિઝનને સાકાર કરવામાં યુવા પેઢીની આવી સાહસવૃત્તિ અને ખેલદિલી પાયાનું બળ પુરું પાડે છે. શિખર પર “Childhood Needs Adventure, Not Addiction” ના બેનર દ્વારા બાળપણને સાહસ અને શારીરિક પ્રવૃત્તિઓ તરફ વાળવાનો જે સકારાત્મક સંદેશ આપે આપ્યો છે, તે પ્રશંસનીય છે.
આપની આ સાહસવૃત્તિ અને ખેલદિલી માટે સંસ્કાર સિંચિત કરનારા આપના માતા-પિતા તથા માર્ગદર્શકો પણ અભિનંદનને પાત્ર છે. વિહાન ભવિષ્યમાં પણ પર્વતારોહણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીને દેશ તથા રાજ્યનું નામ રોશન કરે તેવી મંગલકામનાઓ મુખ્યમંત્રીશ્રીએ આ પત્રમાં વ્યક્ત કરી છે.
વિહાને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારી આ સિદ્ધિની નોંધ લઈ મને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવા બદલ મુખ્યમંત્રી મનો આભાર માનું છું. મુખ્યમંત્રીની પ્રસંશા થકી મારા જેવા અન્ય બાળકોને પણ પ્રેરણા મળશે. અને ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયાનું સૂત્ર સાર્થક થશે. સરકાર દ્વારા રમતગમત ઉપરાંત સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે, તે આવકાર્ય બાબત છે. વિહાનને અભિનંદન પાઠવવા બદલ તેના માતા દક્ષાબેન અને પિતા ઉમેદભાઈ ચેતરીયાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે,૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વિહાને માઉન્ટ યુનામ શિખર સફળતાપૂર્વક સર કર્યું હતું. હિમાચલ પ્રદેશના લાહૌલ પ્રદેશમાં માઉન્ટ યુનામ સર કરવામાં વિહાનને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો,

