કાલાવડના નિકાવા ગામે સર્વાનુમતે તારીખ ૨૦ થી ૩૦ એપ્રિલ સુધી બપોરે એક વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન નો લેવાયો નિર્ણય 

હિન્દ ન્યૂઝ, કાલાવડ

    હાલ ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના કહેર મચાવી રહ્યો છે અને કોરોના સંક્રમણથી કોરોનાના કેસો દિનપ્રતિદિન તેજ ગતિએ વધી રહ્યા છે ત્યારે આ સંક્રમણની ચેઈનને તોડવા માટે નિકાવાના યુવા સરપંચ રાજેશભાઈ મારવીયાએ સર્વે નાના – મોટા વેપારીઓ, આગેવાનો તેમજ નિકાવા ગ્રામ પંચાયતના સદસ્યોની એક મીટીંગ બોલાવી હતી. મીટીંગની શરૂઆતમાં કોરોના કે અન્ય બીમારીથી જે લોકોના મૃત્યુ થયા છે તેના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાડેલ હતુ ત્યાર બાદ મીટીંગમાં ઉપસ્થિત તમામ વેપારીઓએ લોકડાઉન વિશે પોત પોતાના મંતવ્યો રજુ કર્યા હતા, મંતવ્યોમાં અમુકે સંપૂર્ણ લોકડાઉન, અમુકે સવાર – સાંજ બે કલાક દુકાનો ખુલી રાખવાની અને વધુ પડતા વેપારીઓએ બપોર બાદ લોકડાઉનનું જણાવેલ આથી તમામ વેપારીઓ સાથે પરામર્શ કરીને સર્વાનુમતે તારીખ ૨૦/૦૪/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧ સુધી એટલે કે અગીયાર દિવસ સવારે ૬ થી બપોરે ૧ વાગ્યા સુધીજ ધંધા રોજગાર માટે દુકાન ખુલી રાખી શકશે, બપોર બાદ સાંજે ૬ થી રાત્રિના ૯ વાગ્યા સુધી દૂધની ડેરી તેમજ ફ્રુટના ધંધાર્થીને છૂટ આપવામાં આવી.

આ નિયમનું ઉલ્લંઘન કરશે તેને એક હજારનો દંડ ફટકારવામાં આવશે અને જરૂર જણાશે તો તેની દુકાન પણ સીલ કરવામાં આવશે અને તમામ વેપારીઓએ તેમજ ગ્રાહકોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને માસ્ક પહેર્યા વિનાના ગ્રાહકોને માલ આપવામાં નહી આવે અને સાથો સાથ તમામ ગ્રામજનોએ સાવચેત રહેવું અને માસ્ક ફરજીયાત પહેરવું તેમજ જરૂરી કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળવુ અને કોરોના મહામારીથી બચવા ખાસ કાળજી લેવી અને સચેત રહેવા વિનંતી કરેલ છે.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment