હિન્દ ન્યુઝ, સુરત દક્ષિણ ગુજરાતના મુખ્ય ગણાતા શેરડીના પાકમાં હાલમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આ જીવાત પાકના પાનમાંથી રસ ચૂસીને ખેતીને મોટું નુકસાન પહોંચાડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે સંકલિત વ્યવસ્થાપનની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શેરડીના પાક માટે ખેતરમાં વધારાના પાણીના નીતારની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. ક્ષારીય જમીનમાં શેરડીનું વાવેતર કરવાનું ટાળવું અથવા લામ પાક લેવો નહીં. રાસાયણિક ખાતર તેમજ પિયત હંમેશા ભલામણ મુજબ જ આપવું. સફેદ માખીના…
Read MoreDay: February 2, 2026
વડોદરા ખાતે વિશાળ સત્સંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહભાગી બન્યા
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતિ અને તેમની દીક્ષા પૂર્ણ થવાના ૬૯ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત વિશાળ સત્સંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહભાગી બન્યા હતા. આ વેળાએ શ્રી મહંત સ્વામિ મહારાજ અને શ્રી ડોક્ટર સ્વામિએ આશીર્વચન પાઠવ્યા હતા. આ સાથે નૃત્ય નાટિકાઓ, મંત્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહાનુભાવો આરતીમાં સહભાગી થયા હતા. પ. પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી. એ. પી. એસ સંસ્થાના ૩ વર્ષથી…
Read Moreકેવડી ઈકો ટુરિઝમ સાઈટ-માંડવી ખાતે વનવિભાગના કર્મચારીઓ માટે ‘આયુષ સર્વરોગ નિદાન કેમ્પ’ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા પંચાયતની આયુષ શાખા અને વનવિભાગ-સુરતના સંયુક્ત ઉપક્રમે માંડવી તાલુકાની કેવડી ઈકો ટુરિઝમ સાઈટ ખાતે વનવિભાગના કર્મચારીઓ માટે બે દિવસીય ‘આયુષ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ’ યોજાયો હતો. જેમાં વન કુલ ૧૬૩ વનકર્મીઓનું સઘન મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો પ્રારંભ જિલ્લા આયુષ અધિકારી ડૉ. મિલન દશોંદી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) એચ. જે. વાંદાના હસ્તે ભગવાન ધન્વંતરિની વંદના સાથે કરવામાં આવ્યો હતો. કેમ્પમાં જરૂરિયાત મુજબ આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન…
Read Moreવિલ્સન અલ્ટ્રા મેરાથોન એડિશન 3 સફળતાપૂર્વક સંપન્ન : ધરમપુર હિલ-રનિંગનું નવું રાષ્ટ્રીય કેન્દ્ર બની રહ્યું છે
હિન્દ ન્યુઝ, ધરમપુર વલસાડ જિલ્લાનો ધરમપુર આજે ફરી એકવાર રમતગમત, પર્યટન અને સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બની ગયો કારણ કે વિલ્સન અલ્ટ્રા મેરાથોન એડિશન 3 નું ભવ્ય અને સફળ આયોજન 1 ફેબ્રુઆરીએ પૂર્ણ થયું હતું. 18th Kilometer દ્વારા આયોજિત આ મેરાથોનમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા 550થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં 150 આદિવાસી દીકરીઓનો સમાવેશ હોવાથી ઇવેન્ટને વિશેષ સામાજિક ઊર્જા મળી હતી. દોડનું પ્રારંભ બિંદુ સિદૂંબર પ્રાથમિક શાળાને બનાવવામાં આવ્યો હતો અને રાત્રિના 3 વાગ્યે દોડવીરો વિલ્સન હિલ તરફ આગળ વધ્યા હતા. ઉંચાઈ અને વળાંકોથી ભરેલો આ માર્ગ…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાની ૬૬ ગ્રામ પંચાયતોના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ મુકામેથી સમગ્ર રાજ્યમાં કુલ-૨૬૬૬ નવીન ગ્રામ પંચાયત ભવનોના ઇ-ખાતમુહૂર્ત તથા ૧૧૪ ગામોમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જામનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું આયોજન હર્ષદપુર મુકામે ટુ-વે કનેક્ટિવિટીના માધ્યમથી યોજાયું હતું. જે અંતર્ગત જામનગર જિલ્લાની કુલ ૬૬ ગ્રામ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ હેઠળ ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી અને નગરપાલિકામાં ન ભળેલ હોય તેવી ગ્રામ પંચાયતોમાં શહેર જેવી સુવિધાઓ વિકસાવવાના ભાગરૂપે, જામનગર જિલ્લાની લાલપુર…
Read Moreગુજરાતના ટેબ્લોને સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”માં પ્રથમ એવોર્ડ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્’ થીમ આધારિત ગુજરાતના ટેબ્લોને મળેલ સન્માન ટ્રોફી અને પ્રશંસાપત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યા. માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણી દ્વારા વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ સંજીવકુમાર તથા માહિતી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
Read Moreજમીન વધુ ફળદ્રુપ, ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન એટલે પ્રાકૃતિક કૃષિ
હિન્દ ન્યુઝ, ડાંગ પ્રાકૃતિક ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનો પ્રકાશસ્તંભ બની છે. આ ખેતી પદ્ધતિએ માત્ર જમીનની ફળદ્રુપતા જ જાળવી નથી રાખી, પરંતુ ખેડૂતોના આત્મવિશ્વાસમાં પણ નવો ઉલ્લાસ ભર્યો છે. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરતાં અહિના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. આ સાથે જ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સ્તરે નેશનલ મિશન ઑન નેચરલ ફાર્મિંગ (NMNF) હેઠળ અનેક યોજનાઓ અમલમાં છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વધુ વ્યાપ વધે તે માટે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી તાલીનું પણ આયોજન થઇ રહ્યું છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી…
Read Moreવેટલેન્ડ્સનું સંરક્ષણ એટલે જીવનનું સંરક્ષણ — અને સારસ ક્રેન એ અમારી પર્યાવરણીય સંવેદનાનું ગૌરવભર્યું પ્રતીક છે
હિન્દ ન્યુઝ, નડિયાદ વિશ્વ વેટલેન્ડ્સ દિવસ નિમિત્તે ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિએજ વેટલેન્ડ ખાતે યોજાયેલ ચોથો સારસ ક્રેન ફેસ્ટિવલ માત્ર એક ઉજવણી નહોતો, પરંતુ કુદરત સાથેના સહઅસ્તિત્વની જીવંત કહાની હતી એક સમય હતો જ્યારે નિવાસસ્થાનના નાશ અને વેટલેન્ડ્સના ક્ષયના કારણે સારસ ક્રેન સંકટમાં હતો. આજે સામાજિક વનીકરણ વિભાગ, યુપીએલ અને સ્થાનિક સમુદાયના સંયુક્ત પ્રયાસોથી સારસ ક્રેનની વસ્તીમાં નોંધપાત્ર પુનરુત્થાન થયું છે — ૨૦૧૫-૧૬માં આશરે ૫૦૦થી વધીને ૨૦૨૪-૨૫માં ૧,૪૭૭ સુધી પહોંચેલી સંખ્યા આ સફળતાનો સાક્ષી છે.
Read Moreજિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ તાલીમ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવન ખાતે ‘પોષણ સંગમ તાલીમ કાર્યક્રમ’ યોજાયો હતો. સુરત મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા ICDS શાખા અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં THO, મુખ્ય સેવિકાઓ, પી.એસ.ઈ ઇન્સ્ટ્રકટર, બ્લોક ન્યુટ્રીશન મેનેજર અને બ્લોક કો-ઓર્ડીનેટરોને પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્તરે કુપોષણથી પીડિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ તીવ્ર કુપોષણથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં થતાં વિક્ષેપ વિશે સમજ…
Read Moreમોટી બાણુંગાર ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ હેઠળ સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ધ્રોલ તાલુકાના મોટી બાણુંગાર ગામે આવેલી માધ્યમિક શાળામાં ‘સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઈમ’ વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.NSS ના સંકલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ધોરણ ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓને આધુનિક ડિજિટલ પડકારો સામે સજ્જ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી ભાવનાબેન ભેસદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે…
Read More