મતદાસ્યાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ સંદર્ભે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ

હિન્દ ન્યુઝ, દાહોદ      ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે…

Read More

સુરત શહેર વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને બિનઆધારભૂત

હિન્દ ન્યુઝ, સુરત    સુરત શહેર વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને બિનઆધારભૂત છે. સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવેલ છે અને આવી કોઈ ઘટના બનેલી નથી.  જનતાએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સોશિયલ મીડિયા પર અજાણ માહિતી શેર ન કરવી. જો કોઇ વ્યક્તિ ખોટી માહિતી ઈરાદાપૂર્વક ફેલાવતો હોય તો તેની સામે ભારતીય ન્યાય સંહીતા ની કલમ (અફવા ફેલાવવી), Information Technology Act, 2000 સંબંધિત જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  કાયદો-વ્યવસ્થા તથા સમાજમાં સુલેહ શાંતિ જાળવવા માટે તથા ખોટી…

Read More

ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના દિશા સૂચન હેઠળ“ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે.  આ અંતર્ગત જીલ્લાના 102 પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ 5234 લાભાર્થીઓ (2835 સ્ત્રીઓ અને 2399 પુરુષો)એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસ: – સગર્ભા મહિલાની તપાસ : 270 – પી.એમ.જય એ.વાય. કાર્ડ બનાવ્યા…

Read More

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949 સુધારા વિધેયક વિધાનસભામાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949ની કલમ-75 અને 75(એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવ્યું, જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું. આ સુધારા દ્વારા હવે ગેરકાયદેસર તબદીલીના કિસ્સામાં સ્પષ્ટ અને વ્યવસ્થિત પ્રક્રિયા નક્કી કરવામાં આવી રહી છે; જે મુજબ, કલેક્ટર આપમેળે અથવા જમીનમાં હિત ધરાવતી કોઈ વ્યક્તિની અરજીના આધારે કાર્યવાહી શરૂ કરી શકશે. જો તબદીલી ગેરકાયદે જણાય, તો કલેક્ટર ત્રણ મહિનાની મુદતમાં જમીન વેચનારને જમીન પરત કરવા જણાવશે અને…

Read More

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ,…

Read More

અદ્ભુત અને અલૌકિક ભૂમિ દેવમોગરા ખાતે યાહા મોગી માતાજીનો ભવ્ય મેળો

હિન્દ ન્યુઝ, દેવમોગરા      શિવરાત્રિથી શરૂ થયેલા પાંચ દિવસીય ભાતીગળ લોકમેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે DySP, PI, PSI સહિત પોલીસ જવાનો અને મંદિરના 450 કરતા વધુ સ્વયંસેવકો દિવસ-રાત ખડેપગે. સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓનાં કુળદેવી પાંડુરી માતા, જેઓ યાહા મોગી, દેવમોગરા, દૂધ મોગરા, કોણી માતા તરીકે પણ ઓળખાય છે. ખેતીમાં તૈયાર થયેલા નવા ધાન્યને માતાજીના ચરણોમાં અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે જે ધાન્ય મળે તેનાથી ઘરમાં અનાજનો અખૂટ ભંડાર રહેતો હોવાની માન્યતા.

Read More

મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬

હિન્દ ન્યુઝ, ડાંગ      ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વખતોવખતની સૂચના અનુસાર તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ની કાર્યવાહી તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ કરવામાં આવી હતી, જે તા.૧૭.૦૨.૨૦૨૬ સુધી સફળતાપૂર્વક ચાલુ રહી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ થાય તથા મતદારયાદી વધુ સચોટ, પારદર્શક અને અપડેટ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.  તા.૧૭.૦૨.૨૦૨૬ મંગળવારના દિવસે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ બાબતે માન્ય રાજકીય પક્ષો સાથે આજરોજ તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ બેઠક યોજી મતદારયાદી તથા સેવા મતદારોની…

Read More

ગીર સોમનાથ ખાતે શિક્ષણ વિભાગમાં આયુષ્યમાન તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અરુણ રોયના માર્ગદર્શન અને એપિડેમિક મેડિકલ ઑફિસર ડો દિવ્યેશ ગોસ્વામીની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષણ વિભાગમાં આયુષ્યમાન તાલીમ યોજાઈ હતી. આ દરમિયાન દિપ્તી વ્યાસ સોશ્યલ વર્કર દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અંતર્ગત તમાકુ મુક્ત શાળા અંગે સ્વ મૂલ્યાંકન ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. આ ગાઈડ લાઇન મુજબ તમાકુ મુક્ત શાળા જાહેર કરવામાં આવી હતી. જે શાળા તમાકુમુક્ત જાહેર થઈ છે. તે તમામ શાળાને ‘તમાકુ મુક્ત પરિસર’…

Read More

જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં ઉત્સાહભેર યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      ગુજરાતના રમતગમત ક્ષેત્રના મહાકુંભ ગણાતા ‘ખેલ મહાકુંભ-૨૦૨૫’ અંતર્ગત રાજ્યકક્ષાની વેઇટલીફટીંગ સ્પર્ધા જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં ઉત્સાહભેર યોજાઈ હતી. તા.૧૬/૦૨/૨૦૨૬ના રોજ યોજાયેલ અંડર-૧૭ ભાઈઓની આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી આવેલા યુવા ખેલાડીઓએ ૧૦ જેટલી અલગ-અલગ વજન કેટેગરીમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ સ્પર્ધાના અંતે વિજેતા થયેલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ખેલાડીઓનો ઉત્સાહ એસ.ટીના વિભાગીય નિયામક વી.પી.ડાંગર, ગુજરાત વેઇટલીફટીંગ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી ડો. મનીષ કુમાર જીલડીયા, ગુજરાત વેઇટલીફટીંગ એસોસિએશનના સેક્રેટરી ગીરીશભાઈ…

Read More

ડાંગ જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષતામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ      આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્‍ય–વિજ્ઞાન પ્રવાહની નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે ડાંગ જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષતામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં કલેક્ટરએ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ…

Read More