સુરત શહેર વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને બિનઆધારભૂત

હિન્દ ન્યુઝ, સુરત

   સુરત શહેર વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને બિનઆધારભૂત છે. સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવેલ છે અને આવી કોઈ ઘટના બનેલી નથી. 

જનતાએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સોશિયલ મીડિયા પર અજાણ માહિતી શેર ન કરવી. જો કોઇ વ્યક્તિ ખોટી માહિતી ઈરાદાપૂર્વક ફેલાવતો હોય તો તેની સામે ભારતીય ન્યાય સંહીતા ની કલમ (અફવા ફેલાવવી), Information Technology Act, 2000 સંબંધિત જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

કાયદો-વ્યવસ્થા તથા સમાજમાં સુલેહ શાંતિ જાળવવા માટે તથા ખોટી અફવાઓ ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસને સહકાર આપવા તમામ શહેરી જનોને અપીલ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment