છોટાઉદેપુરની ઐતિહાસિક સિદ્ધિ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાએ કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસલ કરતાં રાષ્ટ્રીય સ્તરે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના અંતર્ગત ‘Improving Irrigation Infrastructure’ (સિંચાઈ માળખાકીય સુવિધાઓમાં સુધારો) કમ્પોનન્ટમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ છોટાઉદેપુર જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં માનનીય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટ ગાર્ગી જૈનને આ ગૌરવવંતો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જેવા પહાડી અને આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લામાં ખેતીના ટકાઉ…

Read More

ચોમાસાએ વિરામ લેતાં ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રસ્તાઓની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

હિન્દ ન્યુઝ, ડાંગ     ચોમાસાની ઋતુમાં વરસાદે વિરામ લેતાની સાથે જ ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા નાગરિકોની સુવિધા અર્થે વિવિધ માર્ગો પર સઘન મરામત તેમજ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકો, પ્રવાસીઓ અને રાહદારીઓને સુગમ, ખાડામુક્ત અને સલામત માર્ગો ઉપલબ્ધ થાય તે હેતુથી વિભાગના ઇજનેરો અને તકનીકી ટીમ દ્વારા ફિલ્ડ પર ઉતરીને પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરાતી નિયમિત મરામત અને ગુણવત્તાયુક્ત પ્રી-મોન્સૂન કામગીરીને કારણે ચાલુ ચોમાસા દરમિયાન વિભાગ હસ્તકના માર્ગોને ખૂબ જ…

Read More

સુરતની સુમન હાઈસ્કૂલ ખાતે ‘નન્હી કિલકારી’ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે પોક્સો એક્ટ અને નશામુક્તિ અંગે સંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, સુરત દ્વારા ‘નન્હી કિલકારી’ કાર્યક્રમ અંતર્ગત ઉધના સ્થિત સુમન હાઈસ્કૂલ નંબર-૬ ખાતે વિદ્યાર્થીઓ સાથે પોક્સો એક્ટ અવેરનેસ સંવાદ તથા ‘નશામુક્ત ભારત’ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ રાકેશ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૭મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ. કે. ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ન્યાયાધીશ એ. કે. ભટ્ટ અને પૂર્ણકાલીન સચિવ રાકેશ ગુપ્તાએ વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની…

Read More