ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.       ગિરનાર લીલી પરિક્રમા સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી,આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.        જિલ્લા…

Read More

અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ના નવા કેન્દ્રનો શુભારંભ

હિન્દ ન્યુઝ, અંજાર     ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે આજે તા. ૧૬ ઓક્ટોબરના રોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ૧૦૧ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર ખાતે દેવળિયા નાકા ખાતે આવેલા કડીયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિકો માટેની આ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાત-દિવસ કઠોર પરિશ્રમ કરતા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણ…

Read More

સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મુંદરા દ્વારા જણાવેલ છે

હિન્દ ન્યુઝ, અંજાર              સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ મુંદરા દ્વારા જણાવ્યા પ્રમાણે દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે મુંદરા અને માંડવી સબ ડીવીઝનલ વિસ્તારમાં હંગામી ફટાકડા પરવાનો મેળવવા ઇચ્છતા અરજદારોએ કચેરી કામકાજના સમય દરમ્યાન ( જાહેર રજાના દિવસો સિવાય ) નિયત નમુનાનું અરજી ફોર્મ AE-5 મામલતદાર કચેરીએથી મેળવી નીચેની વિગતો સાથે સબંધિત મામલતદાર કચેરીમાં મોડામાં મોડા તા.૨૫-૧૦-૨૦૨૬ સુધીમાં રૂબરૂમાં રજૂ કરવા જણાવવામાં આવે છે. નિયત નમૂનાનું અરજી ફોર્મ પુરતી વિગતો સાથે ભરીને ચાર નકલ સબંધિત તાલુકાના જનસેવા કેન્દ્રમાં રજૂ કરવાનું રહેશે. હંગામી ફટાકડા પરવાનાની…

Read More

ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, અંજાર આગામી દિવાળીના પર્વ દરમ્યાન અંજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ માટે જેઓ હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ આ મામલતદાર કચેરી અંજાર માંથી નિયત અરજી ફોર્મ મેળવી, નિયત નમુનાનું સોગંદનામુ. નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની ધોરણસરની અરજી મામલતદાર કચેરી અંજાર ખાતે તા.૨૫/૧૦/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમ્યાન જમા કરાવવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી તેમ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર,અંજારની અખબારી યાદીમાં જણાવાયું છે.

Read More

અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ના નવા કેન્દ્રનો શુભારંભ

હિન્દ ન્યુઝ, અંજાર     ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે આજે તા. ૧૬ ઓક્ટોબરના રોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ૧૦૧ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર ખાતે દેવળિયા નાકા ખાતે આવેલા કડીયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિકો માટેની આ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાત-દિવસ કઠોર પરિશ્રમ કરતા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણ…

Read More

સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર ખાતે શહેરકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ કરાવતા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા

હિન્દ ન્યુઝ, ભુજ    ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અંજારના શહેરકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન અને તાલુકાકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર ખાતે શહેર કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન અને મોડેલ સ્કૂલ અંજાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયું હતું. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અવનવી વિજ્ઞાનની કૃતિઓ નિહાળીને રાજ્યમંત્રી સહિતના મહાનુભાવો પ્રભાવિત થયા હતા. બાળકો સાથે આત્મીયતાપૂર્ણ સંવાદ કરીને મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.  આ પ્રસંગે શિક્ષણ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શારદીય નવરાત્રિ પર્વમાં આદ્ય શક્તિ માઁ અંબાજીના દર્શન અર્ચન કર્યા

હિન્દ ન્યુઝ, અંબાજી    શારદીય નવરાત્રિના આઠમા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને જગતજનની માઁ અંબેના ચરણોમાં ભાવપૂર્વક શીશ ઝુકાવ્યું. ગુજરાત સતત વિકાસના નવા આયામો સર કરે, રાજ્યમાં શાંતિ, સમરસતા અને સમૃદ્ધિ કાયમ રહે તથા વિકાસની યાત્રાને માઁ આદ્યશક્તિના આશીર્વાદ સદાય મળતા રહે તેવી મંગલકામના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી. દર્શન-પૂજન બાદ મુખ્યમંત્રીએ નવરાત્રિ પર્વ દરમિયાન દૂર-દૂરથી અંબાજી ધામ દર્શને આવતા માઈભક્તો માટે કરવામાં આવેલી સુવિધાઓ, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા અંગે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી જાણકારી મેળવી.

Read More

નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ મોટાભાગે પૂર્ણ

હિન્દ ન્યુઝ, નવસારી    ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના વિવિધ રસ્તાઓને થયેલા નુકસાનને પગલે રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને માર્ગ વ્યવહાર વધુ સુગમ બને તે હેતુથી વિભાગ દ્વારા નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે.     નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર શ્રી મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિભાગ હસ્તકના રસ્તાઓ પર મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સણવલ્લા, રાનવેરી, ટાંકલ અને કરંજવેરી સહિતના માર્ગો…

Read More

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાનાં વિવિધ ગામોમાં રૂ. ૯.૧૯ કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં તલાવચોરા, ઘેજ, ચરી અને સોલધરા ગામોમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ રૂ. ૯.૧૯ કરોડના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસકાર્યોના અમલીકરણથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓ, શિક્ષણ, બાળપોષણ અને પાયાની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં માર્ગ, શિક્ષણ અને બાળવિકાસ સહિતની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ રૂ. ૯.૧૯ કરોડના ખર્ચે…

Read More