હિન્દ ન્યુઝ, નવસારી આદિજાતિ વિકાસ વિભાગ અને પ્રાયોજના વહીવટદારની કચેરી-વાંસદા દ્વારા EMRS, બારતાડ ખાતે શરૂ કરવામાં આવેલી ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એન્ડ ઇનોવેશન લેબ’ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અનુભવ આધારિત શિક્ષણના વિચારને સાકાર કરતી એક સીમાચિહ્નરૂપ યોજના છે. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ.વિક્રમ સારાભાઈના નામ પર બનેલી આ લેબ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને તકનીકીનું અદભુત કેન્દ્ર બનશે. વિદ્યાર્થીઓ GSLV, PSLV, ચંદ્રયાન (લેન્ડર અને પ્રજ્ઞાન રોવર), મંગળયાન, આદિત્ય-L1 અને ગગનયાન જેવા મિશનોના મોડેલ્સ દ્વારા વિદ્યાર્થીઓ અવકાશનો ઇતિહાસ જાણી શકશે. ઓબ્સ્ટેકલ અવોઇડિંગ, આર્મ, સ્પાઇડર, ક્યુબ રોબોટ્સ તેમજ…
Read MoreDay: October 15, 2026
પાંચ એકરમાં 27થી વધુ પ્રકારના શાકભાજી-ફળોની ખેતી કરીને બન્યા પ્રેરણાસ્ત્રોત
હિન્દ ન્યુઝ, પાદરા પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરતા વડોદરાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામના ખેડૂત ગિરીશભાઈ તેઓને ATMA અંતર્ગત વર્ષ 2025માં તાલુકા અને 2026માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત તરીકે એવોર્ડથી બિરદાવવામાં આવ્યા; તેમની જમીનમાં રીંગણ, ભીંડા, કારેલાં, પરવળ, ચોળી, મેથી, પાલક સહિતની શાકભાજીનું વાવેતર તેમજ જામફળ, ચીકુ જેવાં ફળોનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. ખેડૂત ગિરીશભાઈ પ્રાકૃતિક ખેતીને માત્ર પાક ઉગાડવાની પદ્ધતિ તરીકે નહીં, પરંતુ જમીનની ગુણવત્તા જાળવવા અને ખેતીને વધુ ટકાઉ બનાવવાના અભિગમ તરીકે જુએ છે; અત્યાર સુધીમાં તેઓ છ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે…
Read Moreપ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનિત ગિરીશભાઈ જાદવઃ પાંચ એકરમાં ૨૭થી વધુ પ્રકારનાં શાકભાજી-ફળોની ખેતી કરી બન્યા પ્રેરણાસ્ત્રોત
હિન્દ ન્યુઝ, વડોદરા જમીનની તંદુરસ્તી જાળવવી, ખેતીમાં પાકનું વૈવિધ્ય વધારવું અને કૃષિને લાંબા ગાળે ટકાઉ બનાવવી, આ ત્રણેય બાબતોને કેન્દ્રમાં રાખીને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામના ખેડૂત ગિરીશભાઈ નારણભાઈ જાદવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. પાંચ એકર જમીનમાં ૨૭થી ૨૮ પ્રકારનાં શાકભાજી અને ફળોનું વાવેતર કરીને તેઓ પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રયોગો કરી રહ્યા છે. તેમની આ કામગીરીને ATMA અંતર્ગત વર્ષ ૨૦૨૫માં તાલુકા અને વર્ષ ૨૦૨૬માં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ ખેડૂત તરીકે એવોર્ડથી બિરદાવવામાં આવ્યા છે. લગભગ છ વર્ષ પહેલાં ગિરીશભાઈએ પોતાના ખેતરમાં શાકભાજીના પાકને રસાયણો અને…
Read Moreગણદેવીના ભાટ ગામે ત્રણ દિવસ દરમિયાન ૩૦,૦૦૦ ચો.મી.થી વધુ સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ઉભા કરવામાં આવેલા અનધિકૃત ઝીંગા તળાવો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ભાટ ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાની બાબતને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાટ ગામે છેલ્લા ત્રણ દિવસથી અંદાજે ૩૦,૦૦૦ ચો.મી.થી વધુ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણ દૂર કરવાની કામગીરી…
Read Moreદિવાળી પર્વ નિમિત્તે દાહોદ શહેરમાં ફટાકડા વેચાણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, દાહોદ આગામી દિવાળી પર્વમાં સાર્વજનિક સલામતી જળવાઈ રહે અને અકસ્માતો અટકે તે હેતુથી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (દાહોદ) શ્રી એમ.ડી. દવે દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(ઝ) અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, દાહોદ શહેરમાં સ્ટેશન રોડ સ્થિત કેશવ-માધવ રંગમંચ (ઓપન થિયેટર) ખાતે ફટાકડાના છૂટક વેચાણ માટેનું “નિયત સ્થળ” નક્કી કરવામાં આવ્યું છે. તારીખ ૨૪.૧૧.૨૦૨૬ સુધી નિયત સ્થળ અને મંજૂર થયેલ જગ્યા સિવાય શહેરના અન્ય કોઈ પણ વિસ્તારમાં ફટાકડાનું વેચાણ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. મુખ્ય નિયમો અને શરતો: લાયસન્સ અને સ્થળ: વેપારીઓએ…
Read Moreદાહોદ જિલ્લાના ગરબાડાના તાલુકાના જાંબુવા-૨ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, દાહોદ ગરબાડા તાલુકાના ગરબાડા ઘટક-૧ હેઠળ આવેલ જાંબુવા-૨ આંગણવાડી કેન્દ્રનું આજે ગ્રામજનો, ગામના આગેવાનો તથા અગ્રણીઓની હાજરીમાં ભાવુક અને ઉત્સાહસભર માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સરાહનીય કાર્યક્રમમાં પારગી સુરેશભાઈ તથા સ્થાનિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના નાના નાના ભૂલકાંઓ, વાલીઓ, સગર્ભા માતાઓ તેમજ ધાત્રી માતાઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. અદ્યતન અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું આંગણવાડી કેન્દ્ર ગામના બાળકોને અર્પણ થતાં જ સમગ્ર ગ્રામજનોમાં ભારે હરખની હેલી જોવા મળી હતી. આ નવીન આંગણવાડી ભવન ઉપલબ્ધ થવાથી ગામના બાળકોના પૂર્વ…
Read Moreજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ ખાતે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રોલ પ્લે અને ફોક ડાન્સ સ્પર્ધા આયોજિત કરાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ શિક્ષણ મંત્રાલય, ન્યુ દિલ્હીના પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટ એકમ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) – ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) વઘઈ દ્વારા ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓમા રહેલી વિવિધ સર્જનાત્મક શક્તિઓ,સાંસ્કૃતિક મૂલ્યોનો અને અભિવ્યક્તિની ક્ષમતાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રોલ પ્લે અને ફોક ડાન્સ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે સામાજિક જાગૃતિ, ચારિત્ર નિર્માણ, નસીલા પદાર્થોના દૂર ઉપયોગના રોકથામ અને વ્યવસ્થાપન, સ્વસ્થ્ય જીવનશૈલી પ્રોત્સાહન, જેન્ડર સમાનતા, પોષણ અને આરોગ્ય સ્વચ્છતા, ઈન્ટરનેટ અને…
Read Moreસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ ખાતે મહિલા અને બાળ સુરક્ષા તેમજ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ ખાતે આચાર્ય ડૉ. જે. એમ. ભોયાના માર્ગદર્શન હેઠળ તા. ૧૪/૧૦/૨૦૨૬ના રોજ મહિલા સુરક્ષા, બાળ અધિકારો, કાયદાકીય જોગવાઈઓ અને સાયબર ક્રાઇમ જાગૃતિ વિષયક એકદિવસીય વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન સપ્તધારા, મહિલા વિકાસ સેલ અને જાતીય સતામણી પ્રિવેન્શન સેલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન ડૉ. પ્રીતિબેન પટેલે કર્યું હતું. કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી કચેરી-આહવા તરફથી વિજયભાઈ ગામીતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’, ‘વ્હાલી દીકરી’ તથા ગંગા સ્વરૂપા સહાય યોજના વિશે માર્ગદર્શન આપ્યું હતું. બાળ સુરક્ષા વિભાગના નિકોલસભાઈ અને…
Read Moreડાંગ જિલ્લાના આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે કુલ ૧૨૦૦ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા આહવાના આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીત તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમા આજરોજ આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી આહવાની કચેરી દ્વારા ડી-સેગ પુરસ્કૃત કુષિ વૈવિધ્યકરણ યોજના (રવિ ઋતુ) અંતર્ગત ડાંગ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને ખાતર-બિયારણ કીટ અને સરસ્વતી વિદ્યા સાધના યોજના અંતર્ગત આદિજાતિ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત જણાવ્યું હતું કે, ડાંગના આદિજાતિ ખેડૂત ભાઈઓ-બહેનો પરંપરાગત ખેતીની સાથે આધુનિક અને વૈવિધ્યસભર ખેતી…
Read Moreરાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તાની રકમ ન ચુકવતા ચાર આવાસધારકોના આવાસ રદ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જુદીજુદી સાઇટ ખાતે લાભાર્થીઓને આવાસો ફાળવવામાં આવેલ છે. આ પૈકી કેટલાક લાભાર્થી આવાસધારકો દ્વારા રૂડાનાં હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે લાભાર્થીશ્રીઓને અત્રેની કચેરીએથી વારંવાર જાણ કરવામાં આવેલ છે, પરંતુ આજદિન સુધી આવાસધારકો દ્વારા રૂડામાં રકમ જમા કરાવેલ નથી. આ બાબતે રૂડાની બોર્ડ બેઠક્માં ઠરાવ્યા મુજબ આ પ્રકારના આવાસધારકોનાં આવાસ રદ કરવામાં આવે છે. જે આવાસધારકોના આવાસો રદ કરવામાં આવ્યા છે તેમાં (૧) અવધ હાઉસિંગ કો. ઓપરેટીવ…
Read More