હિન્દ ન્યુઝ, ડાંગ
શિક્ષણ મંત્રાલય, ન્યુ દિલ્હીના પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટ એકમ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) – ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) વઘઈ દ્વારા ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓમા રહેલી વિવિધ સર્જનાત્મક શક્તિઓ,સાંસ્કૃતિક મૂલ્યોનો અને અભિવ્યક્તિની ક્ષમતાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રોલ પ્લે અને ફોક ડાન્સ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે સામાજિક જાગૃતિ, ચારિત્ર નિર્માણ, નસીલા પદાર્થોના દૂર ઉપયોગના રોકથામ અને વ્યવસ્થાપન, સ્વસ્થ્ય જીવનશૈલી પ્રોત્સાહન, જેન્ડર સમાનતા, પોષણ અને આરોગ્ય સ્વચ્છતા, ઈન્ટરનેટ અને મિડિયાનો સુરક્ષિત ઉપયોગ, ભાવનાત્મક સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય વગેરે વિષયો જીવન કૌશલ્ય પર આધારિત નાટ્ય રૂપે રજૂ કર્યા હતા. તથા આપની સમૃદ્ધ લોક સંસ્કૃતિ પ્રત્યે આદર અને જાગૃતિ કેળવાય તે હેતુથી ડાંગ અને ગુજરાતની ધરોહર સંસ્કૃતિની ઝલક ફોક ડાન્સના માધ્યમથી ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાના ધોરણ – ૯ ના વિધાર્થીઓ દ્રારા પ્રસ્તુત થઈ હતી. માત્ર પાંચ -છ વિધાર્થીઓની ટીમ પોતાની કલાથી ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા.
કાર્યક્રમના અંતે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ ત્રણ કૃતિઓને પ્રમાણપત્ર અને શીલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પસંગે ડાયેટના પ્રાચાર્ય ડો. બી.એમ. રાઉતે મહેમાનોને આવકારી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી સોનલબેન ટંડેલ લેકચરર ડાયેટ – વઘઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
