રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તાની રકમ ન ચુકવતા ચાર આવાસધારકોના આવાસ રદ  

હિન્દ ન્યુઝ, રાજકોટ

        રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જુદીજુદી સાઇટ ખાતે લાભાર્થીઓને આવાસો ફાળવવામાં આવેલ છે. આ પૈકી કેટલાક લાભાર્થી આવાસધારકો દ્વારા રૂડાનાં હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે લાભાર્થીશ્રીઓને અત્રેની કચેરીએથી વારંવાર જાણ કરવામાં આવેલ છે, પરંતુ આજદિન સુધી આવાસધારકો દ્વારા રૂડામાં રકમ જમા કરાવેલ નથી. આ બાબતે રૂડાની બોર્ડ બેઠક્માં ઠરાવ્યા મુજબ આ પ્રકારના આવાસધારકોનાં આવાસ રદ કરવામાં આવે છે.

જે આવાસધારકોના આવાસો રદ કરવામાં આવ્યા છે તેમાં (૧) અવધ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭, એફ.પી.૮૯)ના B-705, (૨) વૃંદાવન હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭, એફ.પી.૯૫)ના C-803, (૩) ઓમ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૭, એફ.પી.૩૩/એ)ના D-1002 અને (૪) આદર્શહાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.૧૦, એફ.પી.૩૨/એ )ના B-804નો સમાવેશ થાય છે.

આ બાબતે સંબંધિત આવાસધારકોએ કોઇપણ પ્રકારનાં વાંધાવચકા કે રજુઆતો કરવાની હોય તો દિન-૭માં રૂડા કચેરીનાં કામકાજનાં દિવસો દરમ્યાન રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની આવાસ શાખાનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment