હિન્દ ન્યુઝ, ડાંગ મહિલા અને બાળ અધિકારીની કચેરી, આહવા-ડાંગ તથા આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ના સંકલન દ્વારા, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ કાર્યરત વ્હાલી દિકરી યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના પાત્ર લાભાર્થીઓને યોજનાના લાભો ઉપલબ્ધ થાય તે હેતુસર તારીખ ૧૧ ફેબ્રુઆરી થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન આહવા અને વઘઇ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વ્હાલી દિકરી યોજના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મેગા કેમ્પનો મુખ્ય ઉદેશ્ય જિલ્લાની દીકરીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવો, દીકરીઓના જન્મ, શિક્ષણ તથા સશક્તિકરણ માટે સરકારશ્રી દ્વારા અમલમાં મૂકાયેલ વ્હાલી દિકરી યોજનાની વ્યાપક માહિતી…
Read MoreDay: February 9, 2026
રાજ્યના ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા કેમિકલ સેક્ટર માટે સુવર્ણ તક
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી થકી ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસના નવા દ્વાર ખૂલ્યાં. અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતાં ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસમાં વિક્રમી વધારો થશે. રાજ્યમાં ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગૂડ્સ અને રીન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આ સમજૂતીથી નવો વેગ મળશે. ગુજરાતના ગાર્મેન્ટ અને હોમ ટેક્સટાઈલ ઉત્પાદનો અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે. વિશ્વના સૌથી મોટા ડાયમંડ પોલિશિંગ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગને આ નિર્ણયથી ખૂબ મોટો ફાયદો થશે; અમેરિકન માર્કેટમાં હીરા ઉદ્યોગનો હિસ્સો ફરીથી મજબૂત…
Read Moreબહેરામપુરા ખાતે CNG આધારિત ડોગ ક્રિમેટોરિયમ તૈયાર કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગ્સની અંતિમવિધિ માટે ગુજરાતનું પ્રથમ તથા દેશનું પહેલું શહેરી CNG ક્રિમેટોરિયમ શરૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના સીએનસીડી એબીસી સેન્ટર, બહેરામપુરા ખાતે રૂ.30 લાખના ખર્ચે CNG આધારિત ડોગ ક્રિમેટોરિયમ તૈયાર કરવામાં આવ્યું . આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800°C…
Read Moreવિદેશી શાકભાજી જેવા કે પર્પલ કોબી (લાલ કોબીજ), કોહલરાબી અને બ્રોકોલીની સફળ ખેતી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જેન્તિભાઈ ચૌહાણ આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી વિદેશી શાકભાજી જેવા કે પર્પલ કોબી (લાલ કોબીજ), કોહલરાબી અને બ્રોકોલીની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓની આ શાકભાજીનું વેચાણ અમદાવાદ તેમજ ભાવનગરના અમૃત બજારમાં કરવામાં આવે છે, જેના પરિણામે તેમને નિયમિત અને સંતોષકારક આવક મળી રહે છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલી શાકભાજીની માંગ બજારમાં વધતી જતા ઉત્તમ ભાવ પ્રાપ્ત થાય છે, સાથે સાથે જમીનની ઉત્પાદક શક્તિમાં પણ સુધારો થયો છે – ખેડૂત
Read Moreસુરત ઝોન કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં પાંડવા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા રજુ કરાયેલ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામી
હિન્દ ન્યુઝ, ડાંગ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ એ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની એક ઉજ્જવળ પરંપરા છે કે, જેમાં દર વર્ષે શાળા શિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષક, આચાર્યો કે અન્ય હિતધારકોએ પોતે કરેલી વિશિષ્ટ કામગીરી કે ઇનોવેશનને જિલ્લાના મંચ પર એક સ્ટોલમાં પ્રદર્શન સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. તાજેતરમાં જ વઘઇ ડાયટ ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GSERT) – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) વઘઈ આયોજિત ડાંગ જિલ્લા કક્ષાનો ૧૧ મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫-૨૬ યોજાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના વિવિધ શિક્ષકોએ કૃતિઓ રજુ કરી હતી…
Read More૭ વર્ષીય અનામિકાએ ૨૧ કિ.મી.ની મેરેથોન ૩ કલાક ૨૫ મિનિટમાં પૂર્ણ કરી રમતજગતનું ધ્યાન ખેંચ્યું
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી ખાતે આયોજિત મેરેથોન દોડમાં એક નાનકડી દીકરીએ પોતાની અદભૂત ક્ષમતાનું પ્રદર્શન કરી સૌને અચંબિત કરી દીધા હતા. છોટાઉદેપુર ખાતે બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા અધિકારીની માત્ર ૭ વર્ષની પુત્રી અનામિકાએ ૨૧ કિલોમીટરની લાંબી દોડ (હાફ મેરેથોન) માત્ર ૩ કલાક અને ૨૫ મિનિટમાં પૂર્ણ કરીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. આટલી નાની વયે ૨૧ કિમીની દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરવી એ શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યુ હતું. અનામિકાની આ પ્રેરણાદાયી સિદ્ધિને બિરદાવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેને પ્રશસ્તિપત્ર…
Read Moreડાંગના ખાંભલા ક્લસ્ટરમાં સમાવિષ્ટ જુનેર ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ખાંભલા ક્લસ્ટરમાં સમાવિષ્ટ જુનેર ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ સખી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટેનું પ્રોત્સાહન આપ્યું હતું. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જેમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે એની સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું…
Read Moreકવાંટ તાલુકાના ૭૧ ગામોમાં ‘બાળ લગ્ન નાબૂદી જાગૃતિ રથ’ ભ્રમણ કરશે
હિન્દ ન્યુઝ, કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં બાળ લગ્નના દૂષણને જળમૂળથી નાબૂદ કરવા અને ગ્રામીણ સ્તરે વ્યાપક જનજાગૃતિ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને દિશા ડોન બોસ્કો, કવાંટના સંયુક્ત ઉપક્રમે ‘બાળ લગ્ન નાબૂદી જાગૃતિ રથ’નું પ્રસ્થાન કરાવી અભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ જાગૃતિ રથ આગામી દિવસોમાં કવાંટ તાલુકાના અંદાજે ૭૧ જેટલા ગામોમાં ભ્રમણ કરશે. આ ભ્રમણ દરમિયાન પ્રસાર અને ગ્રામીણ બેઠકો યોજીને ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’નો સંદેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ…
Read Moreમોરબીના આંગણે યોજાઈ રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા;
હિન્દ ન્યુઝ, મોરબી ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-મોરબીના સંચાલન હેઠળ મોરબી ખાતે ‘રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે તા. ૦૮/૦૨/૨૦૨૬ અને ૦૯/૦૨/૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યના ૧૦૦૦ જેટલા બાળ પ્રતિભાશાળી કલાકારોએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. મોરબીના યજમાનપદે યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાના બાળ કલાકારોએ પણ પોતાની અદભૂત કલા સાધના થકી મેદાન…
Read Moreઅંજાર આરટીઓ ખાતે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે
હિન્દ ન્યુઝ, અંજાર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર – કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી – વ્હીલર, ફોર – વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલ ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦૨/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૨/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૮/૦૨/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૨૦/૦૨/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય…
Read More