હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગ્સની અંતિમવિધિ માટે ગુજરાતનું પ્રથમ તથા દેશનું પહેલું શહેરી CNG ક્રિમેટોરિયમ શરૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના સીએનસીડી એબીસી સેન્ટર, બહેરામપુરા ખાતે રૂ.30 લાખના ખર્ચે CNG આધારિત ડોગ ક્રિમેટોરિયમ તૈયાર કરવામાં આવ્યું .
આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800°C થી 900°C તાપમાને દહન પ્રક્રિયા થાય છે.
